Home / Gujarat / Ahmedabad : Amit shah retirement plan

શું અમિત શાહ રાજકારણમાંથી સંન્યાસ લેશે? જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન

શું અમિત શાહ રાજકારણમાંથી સંન્યાસ લેશે? જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન

ભારતમાં ઘણા ઓછા રાજકારણી એવા છે જે સંન્યાસ પછી કંઇક અલગ કરવાનો પ્લાન બનાવે છે. ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રિટાયરમેન્ટને લઇને એક અલગ યોજના બનાવી છે. અમિત શાહે પોતાના ભવિષ્યની યોજના જણાવી છે. અમિત શાહે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ હું નિવૃત થઇશ, ત્યારે હું મારા બાકીના જીવન માટે પાકૃતિક ખેતી કરીશ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે અમિત શાહનો રિટાયરમેન્ટ પ્લાન?

અમદાવાદમાં એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે રિટાયરમેન્ટ બાદ પોતાનું જીવન વૈદ, ઉપનિષદ વાંચવા અને પ્રાકૃતિક ખેતી માટે આપીશ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ પ્રાકૃતિક ખેતી...એક પ્રકારનો વૈજ્ઞાનિક પ્રયોગ છે જે કેટલાક પ્રકારના ફાયદા આપ છે.

અમિત શાહે કહ્યુ કે ખાતરવાળા ઘઉં ખાવાથી કેન્સર થાય છે. તે બ્લડ પ્રેશર વધારે છે. તેનાથી થાઇરોઇડની સમસ્યા થાય છે.ભોજન કરતા શખ્સના શરીરને સારૂ બનાવી રાખવા માટે ફર્ટિલાઇજર વગરનું ભોજન કરવું જરૂરી છે, જો આમ થાય તો તેનો અર્થ દવાની જરૂર જ નથી. અમિત શાહે કહ્યું કે તેનાથી ઉત્પાદન પણ વધે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી અપનાવી છે, આજે મારા અનાજના ઉત્પાદનમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે.

અમિત શાહે ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સહકારિતા ક્ષેત્ર સાથે જોડાયેલી માતા-બહેનો અને બીજા સહકારી કાર્યકર્તાઓ સાથે 'સહકાર-સંવાદ' કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

Related News

Icon