
ગોધરાના વિંઝોલ ખાતે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ યુનિવર્સિટીના ૬૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપુજન કરશે.
આજે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગોધરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ અમિત શાહ ગોધરા પહોંચશે. તેઓ ગોધરાના વિંઝોલ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને યુનિવર્સિટીના ૬૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપુજન કરશે.કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિધાર્થીઓ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.