અમરેલીમાં ડુંગળીનો ભાવ એક રૂપિયે કિલો થતાં સાવરકુંડલાના ખેડૂતો દ્વારા અનોખી રીત વિરોધ કરવામાં આવ્યો હતો. ડુંગળીનો ભાવ નીચે પડતાં રોષે ભરાયેલા ખેડૂતે ડુંગળી ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ડુંગળીના ભાવ સાવ નીચલી સપાટીએ આવ્યા હતા. વરસાદને પગલે ડુંગળીના એક મણનો ભાવ 20 રૂપિયા થયો છે. ડુંગળીનો ભાવ સાવ ડાઉન તથા સાવરકુંડલા આસપાસનાં ખેડૂતોએ પોતાની ડુંગળી પર ટ્રેકટર ફેરવી ડુંગળીનો નાશ કર્યો હતો. 1 રૂપિયે કિલો ભાવ થતા ખેડૂતોએ ભાવ વધારવા સરકારને અપીલ કરી હતી.