
Anand news: આણંદના બોરસદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના અલગ-અલગ વિસ્તારમાં હાલાકીની દ્રશ્યો જોવા મળ્યાં હતા. ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો. જોકે બપોર બાદ માત્ર બે કલાકમાં જ ભારે પવન સાથે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લીધે પાંચવડ વિસ્તાર,રબારી ચકલા, ભોભાફળી, આણંદ ચોકડી, વાસદ ચોકડી સહિતના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાના આગમનથી શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા.
137 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે સોમવારે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છના ગાંધીધામમાં 2.28 ઇંચ, ભચાઉમાં 1.89 ઇંચ, માંડવીમાં 1.85 ઇંચ, ભાવનગરના સિહોર અને દેવભૂમિ દ્વારકામાં 1.73-1.73 ઇંચ, કચ્છના અંજારમાં 1.34 ઇંચ, વડોદરાના સાવલીમાં 1.26 ઇંચ, આણંદમાં 1.22 ઇંચ, ખેડાના નડિયાદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 126 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગે આગામી 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 8 થી 11 જુલાઈ સુધી ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને 12 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.