Home / Gujarat / Anand : Father and son arrested for committing fraud by presenting false documents

Anand News: બોગસ વર્ક પરમીટ સહિત ખોટા ડોક્યુમેન્ટ પધરાવી ફ્રોડ કરતા પિતા પુત્રની ધરપકડ

Anand News: બોગસ વર્ક પરમીટ સહિત ખોટા ડોક્યુમેન્ટ પધરાવી ફ્રોડ કરતા પિતા પુત્રની ધરપકડ

Anand News: ગુજરાતીઓમાં વિદેશ જવાનું ખુબ જ ઘેલું છે પરંતુ કેટલીકવાર ખોટા એજન્ટો દ્વારા છેતરપિંડી થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. એવામાં આણંદમાંથી બોગસ વીઝાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આણંદની વિદ્યાનગર પોલીસ દ્વારા બોગસ વર્ક પરમીટ સહિતના ડોક્યુમેન્ટ પધરાવી ફ્રોડ કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, નકલી અમેરિકા અને કેનેડાની વર્ક પરમીટ પધરાવીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રએ અમેરિકા અને કેનેડાના વિઝા અપવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 16 લાખ રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરી હોવાની માહિતી મળી રહી છે.

પોલીસે ફરિયાદના આધારે બોગસ એજેન્ટોને ઝડપી લીધા છે. પોલીસે બોગસ વર્ક પરમીટ પધારાવનાર સુનિલ મદનલાલ શેઠિયા અને દીકરા ધાર્મિક સુનિલ શેઠિયાની ધરપકડ કરી છે. આગાઉ પણ સુનિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે. એવામાં આરોપીઓની ધરપકડ કરી તેમના દ્વારા અન્ય કેટલા લોકોને છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યા છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


Icon