Home / Gujarat / Kheda : Anand news: Police arrested a bogus doctor in Borsad

Anand news: બોરસદમાં પોલીસે એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી, લાખોની કિંમતની દવાઓ કરી જપ્ત

Anand news: બોરસદમાં પોલીસે એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી, લાખોની કિંમતની દવાઓ કરી જપ્ત

ગુજરાતના આણંદ જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા.  આણંદ જિલ્લાના બોરસદમાં પોલીસે એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે, જેનું નામ આરીફ મહંમદ વજીરોદિન મલેક છે. આરોપી પોતાના રહેણાંક મકાનમાં ‘આદર્શ દવાખાના’ના નામે ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરીફ મહંમદ કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 81 હજાર રૂપિયાની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા

પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી 81 હજાર રૂપિયાની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મામલાની વધુ તપાસ કરી રહી છે.

 

Related News

Icon