
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,ત્યારે કોઈપણ ઈલેક્ટ્રિક ઉપકરણોને હાથ અડાડતા પહેલા થોડું સાવધ રહેવાની પડે છે. આ દરમિયાન આણંદમાં પણ વીજ કરંટની બે યુવકના મોત થયાં છે. આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામમાં મહોરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજીયા રમતાં મોહસીનખાન અને હુસેનખાન નામના બે યુવકોને વીજ કરંટ લાગ્યો હતો,જે બાદ તેમના મોત નિપજ્યાં હતાં. નોંધનીય છે કે, તાજીયા રમતા તાજીયા વીજ વાયરને અડી જતાં બન્ને યુવક મોતને ભેટયા હતા.