રિલાયન્સ જૂથના અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાએ પાંચમા દિવસે પ્રવેશ કર્યો છે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જઈ રહેલા અનંત અંબાણી મોડી રાત્રે વડત્રા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે દ્વારકાધીશના આશીર્વાદ અને લોકોની શુભેચ્છાઓથી તેમને ચાલવાની શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે. વડત્રા ખાતે વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ સંસ્કૃત શ્લોકો સાથે અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અત્યાર સુધીમાં અનંત અંબાણીએ 60 કિલોમીટરનું અંતર કાપી લીધું છે. ઝેડ પ્લસ સિક્યુરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ રસ્તામાં આવતાં મંદિરોના દર્શન પણ ભાવપૂર્વક કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે… આ પદયાત્રા 10 એપ્રિલે તેમના 30મા જન્મદિવસની ઉજવણી સાથે દ્વારકાધીશના ધામે પૂર્ણ થશે, જ્યાં તેઓ ભગવાનના દર્શન અને પ્રાર્થના કરશે.