ગઈકાલે દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાન (Babil Khan) નો એક વીડિયો રેડિટ પર વાયરલ થયા બાદ તે હેડલાઇન્સમાં આવ્યો હતો. તે બોલિવૂડની ટીકા કરતો જોવા મળ્યો હતો અને તેણે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ, અર્જુન કપૂર સહિત અન્ય લોકોનું નામ પણ લીધું હતું. વીડિયો વાયરલ થયા પછી, બાબિલે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. હવે થોડા કલાકો પછી, બાબિલ (Babil Khan) ઇન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો છે. તેણે સ્પષ્ટતા કરી કે આ વીડિયો ખૂબ જ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે અને તે વીડિયોમાં જે કલાકારોના નામ આપ્યા છે તેમના માટે પોતાનો સપોર્ટ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અનન્યા પાંડેએ બાબિલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રતિક્રિયા આપી છે અને તેને સપોર્ટ આપ્યો છે. એકતા દર્શાવતા તેણે કહ્યું કે તે હંમેશા તેની સાથે છે.

