Bharuch news: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બાઈકસવાર ગ્રામ રક્ષક દળના જવાનને કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં જી.આર.ડી.જવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

