આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર અને અન્ય મહાનુભાવોએ ટાઇમ્સ સ્ક્વેરના સહયોગથી CGI ન્યૂ યોર્ક ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અભિનેતા અનુપમ ખેરે કહ્યું કે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સ્થળ, ટાઇમ્સ સ્ક્વેરમાં આવીને મને ખૂબ આનંદ થયો છે. મારા દાદા યોગ શિક્ષક હતા.