
70 વર્ષના અનુપમ ખેર આ ઉંમરે પણ સિનેમા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. અનુપમ ખેરે દેશના સૌથી લોકપ્રિય ટીવી શો 'આપ કી અદાલત'માં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સંબંધિત વિવાદો પર પણ ખુલીને વાત કરી હતી. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી, જેમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારોની વાર્તા દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો થયા હતા, પરંતુ અનુપમ ખેર હટ્યા નહીં અને તેની ફિલ્મ અને વિચારો પર સ્પષ્ટપણે પોતાનો પક્ષ રજૂ કર્યો. હવે અનુપમ ખેરે આ ફિલ્મ સંબંધિત વિવાદો પર ખુલ્લેઆમ વાત કરી અને ધ કાશ્મીર ફાઇલ્સને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવનારાઓ પર પણ નિશાન સાધ્યું હતું.
"ધ કાશ્મીર ફાઇલ્સ" ને પ્રોપેગન્ડા કહેનારાઓને બનાવ્યા નિશાન
અનુપમ ખેરે તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પ્રોપેગન્ડા ફિલ્મ કહેનારાઓને પણ નિશાન બનાવ્યા હતાં. આ દરમિયાન તેમણે એવા લોકોને સંબોધિત કર્યા જેઓ આ ફિલ્મના પ્રોપેગન્ડાને 'ખરાબ' માને છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે આ ફિલ્મના કારણે 32 વર્ષથી છુપાયેલા સત્યને બહાર લાવવામાં આવ્યું અને આખી દુનિયાની સામે મૂકવામાં આવ્યું.
ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું હતું તે ફક્ત 10 ટકા હતું
અનુપમ ખેરે કહ્યું- "જો તમે મારી વાસ્તવિક લાગણીઓ જાણવા માંગતા હો, તો જે લોકોએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પ્રોપેગન્ડા ફિલ્મ કહી હતી તેના કરતા વધુ ખરાબ કોઈ ન હોઈ શકે. તે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું હતું તે ફક્ત 10 ટકા હતું અને ખરેખર લોકો (કાશ્મીરી પંડિતો) સાથે જે થયું, તે તેનાથી ક્યાંય વધું ખતરનાક હતું. 32 વર્ષથી છુપાયેલું સત્ય દુનિયાની સામે આવ્યું છે. જે લોકોએ તે ફિલ્મની ટીકા કરી હતી તેઓ દગાબાજ હતા."
'ધ બંગાલ ફાઇલ્સ'માં મહાત્મા ગાંધીની ભૂમિકામાં અનુપમ ખેર
તેઓ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'માં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી રહ્યા છે. 'આપ કી અદાલત'માં અનુપમ ખેરનો પહેલો લુક રિલીઝ થયો છે. અનુપમ ખેરે કહ્યું, "મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવી એ કોઈપણ અભિનેતા માટે એક સપનું હોય છે. આ ભૂમિકા માટે મારે એક વર્ષ સખત મહેનત કરવી પડી.
'ધ બેંગાલ ફાઇલ્સ' છે કલકત્તા નરસંહાર અને નોઆખલી રમખાણો પર આધારિત
'ધ બેંગાલ ફાઇલ્સ: રાઇટ ટુ લિવ' 1946ના કલકત્તા નરસંહાર અને નોઆખલી રમખાણો પર આધારિત છે. આ ફિલ્મ આ વર્ષે ૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં અનુપમ ખેર મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના ઉપરાંત મિથુન ચક્રવર્તી, પુનીત ઇસ્સાર અને વત્સલ સેઠ પણ છે. આ ફિલ્મમાં વત્સલ સેઠ મુહમ્મદ અલી ઝીણાની ભૂમિકા ભજવી રહ્યા છે.