Home / Sports : Virat Kohli reached Ayodhya with Anushka, had darshan of Ramlala

VIDEO/ અનુષ્કા સાથે અયોધ્યા પહોંચ્યો વિરાટ કોહલી, રામલલાના કર્યા દર્શન

Anushka and Virat Ayodhya Visit: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને આ ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. IPL પ્લેઓફ પહેલા RCBના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે. ત્યારબાદ તેમણે હનુમાનગઢીમાં પણ ભગવાનના આશીર્વાદ લીધા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હનુમાન ગઢી મંદિરના મહંત સંજય દાસજી મહારાજે કોહલી-અનુષ્કા અંગે કહ્યું કે, 'વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આધ્યાત્મ પ્રત્યે ખૂબ જ લગાવ છે. ભગવાન રામલલાના દર્શન કર્યા પછી, તેમણે હનુમાન ગઢીમાં પણ આશીર્વાદ લીધા. તેમની સાથે આધ્યાત્મિકતા પર પણ કેટલીક ચર્ચા થઈ.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલા જ પ્રેમાનંદ મહારાજની મુલાકાત કરી હતી. અનુષ્કા અને વિરાટે પ્રેમાનંદ મહારાજને પ્રાર્થના કરી હતી. પ્રેમાનંદ મહારાજે વિરાટ અને અનુષ્કાને પૂછ્યું હતું કે તમે કેમ છો? ત્યારે વિરાટે જવાબ આપ્યો કે, અમે ઠીક છીએ. પ્રેમાનંદ મહારાજના શબ્દો સાંભળીને અનુષ્કા શર્મા ભાવુક થઈ ગઈ હતી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. અનુષ્કા શર્મા ઉપરાંત શાહરૂખ ખાન અને કેટરિના કૈફ જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં હતા. ફિલ્મ ઝીરો પછી અનુષ્કાએ ફિલ્મ કલામાં એક કેમિયો રોલ પ્લે કર્યો હતો. 2018થી તે કોઈ મુખ્ય ભૂમિકામાં જોવા નથી મળી. 

IPL 2025માં કોહલીનું શાનદાર પ્રદર્શન
IPL 2025 માં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કિંગ કોહલીએ અત્યાર સુધીમાં 12 મેચમાં 60.88ની એવરેજથી 548 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન કોહલીનો સ્ટ્રાઈક રેટ 145.35 રહ્યો છે. કોહલી પાસે પ્લેઓફ મેચોમાં પણ સારું પ્રદર્શનની અપેક્ષા છે.

વિરાટ કોહલીને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે અને વર્તમાન IPL સીઝનમાં પણ તેણે આ હકીકત પર મહોર લગાવી છે. RCBએ આ સિઝનમાં 5 મેચમાં ટાર્ગેટનો પીછો કર્યો છે અને આ દરમિયાન કોહલીએ ચાર મેચમાં અડધી સદી ફટકારી છે. કોહલી ત્રણ વાર નોટ આઉટ રહ્યો છે. તેણે રન ચેઝ દરમિયાન 144ની એવરેજથી 288 રન બનાવ્યા છે.

IPL 2025માં રન ચેઝમાં વિરાટ કોહલી

59* (36) vs કોલકાતા નાઈટ રાઈડર્સ

62* (45) vs રાજસ્થાન રોયલ્સ

73* (54) vs પંજાબ કિંગ્સ

51 (47) vs દિલ્હી કેપિટલ્સ

43 (25) vs સનરાઇઝર્સ હૈદરાબાદ

37 વર્ષીય વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી પહેલાથી જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં હવે તે માત્ર ODI ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 46.85ની એવરેજથી 9,230 રન બનાવ્યા. કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.

IPL 2025માં પ્લેઓફ મેચોનું શેડ્યૂલ

ક્વોલિફાયર 1, 29 મે, સાંજે 7:30 વાગ્યે, મુલ્લાનપુર

એલિમિનેટર, 30 મે, સાંજે 7:30 વાગ્યે, મુલ્લાનપુર

ક્વોલિફાયર-2, 1 જૂન, સાંજે 7:30 વાગ્યે, અમદાવાદ

ફાઈનલ, 3 જૂન, સાંજે 7:30 વાગ્યે, અમદાવાદ

 

Related News

Icon