
Apple WWDC 2025: એપલ તેની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC) નું આયોજન 9-13 જૂને રાખ્યું છે. એટલે કે આજે રાતે આ ઇવેન્ટની શરૂઆત થશે અને તેમાં ઘણા સોફ્ટવેર અપડેટ્સ વિશે જાહેરાત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં શું-શું હશે, એ જોવું રહ્યું છે. જોકે, હાલમાં કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે કે આ સોફ્ટવેરને રિલીઝ કરવામાં આવી શકે. જોકે, એપલમાં અત્યાર સુધી AI એટલું ખાસ કામ નથી કરતું, એટલે એમાં તેમણે વધુ કામ કરવાની જરૂર છે, પરંતુ આ વર્ષે પણ એમાં એટલી જાહેરાત નહીં કરવામાં આવે, એવી ચર્ચા છે.
ઓપરેટિંગ સિસ્ટમના નામકરણ
એપલ અત્યાર સુધી આઇફોન, આઇપેડ અને Mac ઓપરેટિંગ સિસ્ટમના નામ ક્રમ અનુસાર આપે છે. એટલે કે હાલમાં iOS 18 ચાલી રહી છે, તો આગામી અપડેટ iOS 19 હોવી જોઈએ. જોકે, હવે એની જગ્યાએ એપલ દ્વારા વર્ષ અનુસાર અપડેટ આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. આઇફોન ની ઓપરેટિંગ સિસ્ટમ નવા આઇફોન સાથે સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની હોવાથી 2026ના વર્ષને ધ્યાનમાં રાખીને iOS 26 નામ આપવામાં આવશે, એવી ચર્ચા છે. એ જ રીતે આઇપેડનું નામ પણ એ રીતે હશે. macOS 14 હાલમાં ચાલી રહી છે અને macOS 15 ની જગ્યાએ macOS 2026 નામ આપવામાં આવશે, એવી સંભાવના છે. આથી, એપલ તેની ઓપરેટિંગ સિસ્ટમનું નામકરણ બદલી રહ્યું છે. એપલ આ નામકરણ એટલા માટે કરી રહ્યું છે કે આ નવી અપડેટ અત્યાર સુધીની એકદમ અલગ અપડેટ હશે. આ અપડેટમાં એપલ આઇકન, ગ્રાફિક્સ, મેન્યૂ, યુઝર ઇન્ટરફેસ — દરેક વસ્તુમાં બદલાવ કરી રહ્યું છે. એને વધુ પારદર્શક બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
AI વધુ પર્સનલ અને પ્રેક્ટિકલ બનશે
એપલે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને "એપલ ઇન્ટેલિજન્સ" નામ આપ્યું છે. એપલ ઇન્ટેલિજન્સ હેઠળ હવે કંપની વધુ પર્સનલ અને પ્રેક્ટિકલ બનવા જઈ રહી છે. કંપની હવે થર્ડ પાર્ટી ચેટબોટનું ઇન્ટિગ્રેશન આપી શકે છે. ChatGPT બાદ હવે Google Gemini પણ જાહેરાત કરી શકે છે. પોતાનું ચેટબોટ શરૂ કરવા કરતાં, કંપની યુઝરની પસંદગીનું ચેટબોટ રાખી શકશે. એપલ હવે તેની હેલ્થ એપ્લિકેશનમાં AI નો સમાવેશ કરી રહ્યું છે. આ ટૂલ યુઝરને તેને સુસંગત હોય એવી સલાહ આપશે. યુઝરના તમામ ડેટાને સ્ટડી કર્યા બાદ એને કોઈપણ સજેશન આપવામાં આવશે. મેસેજ એપ્લિકેશનમાં પણ ઓટો-ટ્રાન્સલેશન અને AI જનરેટેડ પોલ ઓપ્શન આપવામાં આવશે.
એપલ નોટ્સ અને મ્યુઝિક અપડેટ્સ
એપલ નોટ્સમાં માર્કડાઉન ફીચર આપવામાં આવ્યું છે જેથી એમાં અન્ય ટૂલનો પણ ઉપયોગ કરી શકાશે. આ સાથે જ મ્યુઝિક એપ્લિકેશનને પણ વધુ રસપ્રદ બનાવવામાં આવી રહી છે. યુઝર જ્યારે મ્યુઝિક સાંભળતો હશે, ત્યારે સ્ક્રીન પર આલ્બમનું એનિમેટેડ આર્ટ જોઈ શકશે. એપલ CarPlayમાં પણ લોન્ચ બાદ પહેલી વાર એના યુઝર ઇન્ટરફેસમાં બદલાવ કરવામાં આવશે, એવી ચર્ચા છે.
એરપોડ્સમાં નવા ફીચર્સ
એરપોડ્સમાં હાર્ટ રેટ મોનિટર, કેમેરા કન્ટ્રોલ, જેસ્ચર કન્ટ્રોલ, ઓટો-પોઝ, લાઇવ ટ્રાન્સલેશન જેવા વિવિધ ફીચર્સ લોન્ચ કરવામાં આવે, એવી ચર્ચા છે. આ તમામ ફીચર્સ સોફ્ટવેર આધારિત છે, એટલે લેટેસ્ટ એરપોડ્સ Proમાં એનો સમાવેશ કરવામાં આવે, એવું શક્ય છે.
ક્યાં અને કેવી રીતે WWDC 2025 જોઈ શકશો?
આ ઇવેન્ટ આજે રાતે એટલે કે 9 જૂને રાતે 11:30 વાગ્યે લાઇવ કરવામાં આવશે. એને એપલ TV, એપલ ની વેબસાઇટ અને એપલ ની YouTube ચેનલ પર જોઈ શકાશે. આ સાથે જ એપલ Developer એપનો ઉપયોગ કરનાર પણ આ ઇવેન્ટ ત્યાં જોઈ શકશે.