
આસારામ આશ્રમની જમીનમાં શરત ભંગ અને દબાણ અંગેના વિવાદમાં આસારામ આશ્રમ ટ્રસ્ટને હાઇકોર્ટ તરફથી આંશિક રાહત મળી છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના હુકમને હાઇકોર્ટે રદ્દ કર્યો છે. શરત ભંગ અને દબાણ અંગે સરકારની કાર્યવાહી પર GRTમાં મનાઈ હુકમની હતી જેમાં આસારામ આશ્રમ ટ્રસ્ટની માંગણી હતી.
GRTએ મનાઈહુકમ આપવા ઇનકાર કર્યો હતો. આ હુકમ સામે હાઇકોર્ટમાં પીટીશન થઈ હતી. GRTના હુકમને રદ્દ કરવાની સાથે કોર્ટે જમીન મિલકતની બંને પક્ષે યથાવત સ્થિતિ જાળવવા હુકમ કર્યો છે. હાઇકોર્ટે GRT સમક્ષ પડતર અપીલો 18 જુલાઈ સુધીમાં ચલાવી લેવા હુકમ કર્યો છે. 30થી 40 વર્ષ પહેલા આસારામ આશ્રમ ટ્રસ્ટને સરકારે શરતી રીતે જમીન ફાળવી હતી.
આ જમીન ફાળવણીની શરતના ભંગ અને દબાણ અંગે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરે કાર્યવાહી કરી હતી. બંને ઓથોરિટીએ આસારામ આશ્રમ ટ્રસ્ટ વિરુદ્ધમાં હુકમ કર્યો હતો. આ હુકમ સામે GRT માં અપીલ પેન્ડિંગ છે. અપીલોની સુનાવણી સુધી મનાઈહુકમની GRT સમક્ષ માંગણી કરાઈ હતી. આ માંગણી ફગાવતા હાઇકોર્ટમાં પીટીશન થઈ હતી.