
છેલ્લા કેટલાક સમયથી ભાજપ તરફ ઢળી રહેલા શશી થરૂરનો સમાવેશ ઓલપાર્ટી ડેલિગેશનમાં થયો છે. આ ડેલિગેશન પાકિસ્તાનને ઉઘાડુ કરવા વિવિધ દેશોમાં જવાનું છે. આ બાબતે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
અશોક ગેહલોતે આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર વિરોધ પક્ષોમાં તડ પાડવાની કોશિષ કરી રહી છે. એમણે શશી થરૂરને પણ સલાહ આપી છે. ગહેલોતે કહ્યું છે કે, 'કોંગ્રેસના જે ચાર સાંસદ વિદેશી પ્રવાસે જઈ રહ્યા છે તેઓ યોગ્ય કામ કરશે, પરંતુ આ બાબતે સરકારે વિપક્ષને નબળો પાડવા પક્ષમાં તડ પાડવાની કોશિષ કરી છે એ ખોટું છે.
રાહુલ ગાંધી અને મલ્લીકાર્જૂન ખડગેને કેન્દ્રીયમંત્રી ફોન કરીને ફક્ત લીપાપોતી કરી રહ્યા છે. શશી થરૂર સારા માણસ છે અને અનુભવી છે, પરંતુ એમણે ભૂલવું જોઈએ નહીં કે તેઓ કોંગ્રેસની ટીકીટ પર ચૂટાઈને આવ્યા છે.'