
છોટાઉદેપુરના નસવાડીના દુગ્ધા આશ્રમ શાળા ખાતે વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. તંત્ર દ્વારા શાળા બંધ કરવામાં આવશે તો જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે આ આશ્રમ શાળા 60 વર્ષના વધુ સમયથી ચાલે છે. 55 જેટલા બાળકોની સંખ્યા આ આશ્રમ શાળામાં છે. જયારે આદિજાતિ વિભાગ દ્વારા બાળકોને રહેવા જમવાની સુવિધા પુરી પાડે છે. તેની ગ્રાન્ટ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળની ચૂકવવામાં આવે છે.
નવા બિલ્ડીંગનું કામ અધુરું
નસવાડી તાલુકાના દુગ્ધા ગામે વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળના સંચાલકો બે વર્ષથી નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરી અધૂરી મૂકી દીધી હતી. વર્ષોથી ચાલતી આશ્રમ શાળામાં નવું બિલ્ડીંગ બનાવવા માટે તંત્રના અધિકારીઓને 10 વર્ષ પહેલા સૂચના આપી હોત તો આજે આ બિલ્ડીંગ જર્જરિતનું બહાનું કાઢીને આશ્રમ શાળાના સંચાલકો આશ્રમ શાળા બંધ કરવા માટેનો પેતરો રચ્યો છે.
20 ગામના બાળકો કરે છે અભ્યાસ
આશ્રમ શાળામાં 20થી વધુ ગામોના બાળકો રહેવા જમવાની સુવિધા ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કરી રહ્યાં છે. જેથી આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે. રહેવા જમવાની સુવિધા મળે છે. આ આશ્રમ શાળામાં 30 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી તેમજ નર્સિંગનો કોર્ષ કરીને સરકારી નોકરીમાં તેમજ તલાટી અને શિક્ષકો સ્વરૂપે આ શાળામાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓ સરકારી નોકરી કરે છે.
લોકોની ચીમકી
30 જેટલા ગામો માટે આશીર્વાદ સમાન આશ્રમ શાળા છે. વાલીઓ કાઠિયાવાડ મજૂરી કામે જાય છે. ત્યારે આશ્રમ શાળામાં બાળકોને મૂકીને જાય છે. આશ્રમ શાળામાં ભણીને નર્સ ની નોકરી મેળવનાર રિટાયર્ડ કર્મચારી આક્ષેપ કર્યો કે, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર આદિવાસી બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે. આશ્રમ શાળા બંધ કરવામાં આવશે તો જલદ આંદોલન કરીશું. રોડ રસ્તા બંધ કરી દઇશુ અને નેતાઓને આ વિસ્તારમાં આવવા નહિ દઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે.