
મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. બપોર પછી ધીરે-ધીરે આપને રાહત-શાંતિ થતાં જાય.
વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી મિત્રવર્ગનો સહકાર મળી રહે.
મિથુન : દિવસનો પ્રારંભ પ્રતિકુળ રહે. કામ થાય નહીં પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપને સાનુકુળતા થતી જાય.
કર્ક : કુટુંબ-પરિવાર સાથે દિવસ પસાર કરી શકો. પરંતુ બપોર પછી આપે આરોગ્યની કાળજી રાખવી પડે.
સિંહ : આપના કાર્યની સામે બીજુ કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
કન્યા : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. બપોર પછી દોડધામ-વ્યસ્તતા રહે.
તુલા : દિવસના પ્રારંભમાં આપને કામમાં રૂકાવટ જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. બપોર પછી આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.
વૃશ્ચિક : સહકાર્યકર-નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરંતુ બપોર પછી કામમાં મુશ્કેલી જણાય.
ધન : આપને કામમાં કુટુંબ-પરિવારનો સાથ મળી રહે. ધંધામાં આવક જણાય. બપોર પછી પરદેશના કામમાં વ્યસ્ત રહો.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. રાજકીય-સરકારી કામ થઈ શકે.
કુંભ : દિવસના પ્રારંભમાં આપે ધીરજ અને શાંતિ રાખવી પડે. દિવસ પસાર થાય તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં ઘટાડો થતો જાય.
મીન : વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય. આપના કામનો ઉકેલ આવે. બપોર પછી કામમાં સાવધાની રાખવી