
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેહરાન સ્થિત ઈરાનની સરકારી ટીવી ચેનલ પર હુમલો ત્યારે થયો જ્યારે એન્કર ચેનલના સ્ટુડિયોમાં લાઈવ સમાચાર વાંચી રહી હતી. હુમલા પછી સ્ક્રીન કાળી પડી ગઈ.
ઈઝરાયલનો તાજેતરનો મિસાઈલ હુમલો ઈરાનની રાજધાની તેહરાનમાં થયો છે. અહેવાલ મુજબ, ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગની ઇમારત પર સીધો હુમલો ત્યારે થયો જ્યારે લાઈવ સમાચાર બુલેટિન પ્રસારિત થઈ રહ્યું હતું. ચેનલની ઇમારત પર હુમલો થયો ત્યારે એન્કર ન્યૂઝ બુલેટિન વાંચી રહી હતી. અંધાધૂંધી મચી ગઈ. એન્કરને પોતાની સીટ છોડીને ભાગી જવું પડ્યું.
https://twitter.com/umashankarsingh/status/1934633739113361758
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મિસાઈલ હુમલા સમયે ચેનલની ન્યૂઝ એન્કર લાઈવ હતી, ત્યારે એક જોરદાર વિસ્ફોટ સંભળાયો અને સ્ટુડિયોની લાઈટો ઝબકવા લાગી. થોડીવારમાં પ્રસારણ બંધ થઈ ગયું અને સ્ક્રીન ખાલી થઈ ગઈ.
માહિતી અનુસાર, જ્યારે ઈરાની એન્કર સહર ઈમામી સમાચાર વાંચી રહ્યા હતા, ત્યારે એક જોરદાર વિસ્ફોટ થયો અને સ્ટુડિયો ધ્રુજી ઉઠ્યો. તેણીને તાત્કાલિક બુલેટિન અધવચ્ચે છોડીને ભાગી જવું પડ્યું. પાછળથી "અલ્લાહ-હુ-અકબર" ના અવાજો સંભળાયા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હુમલા પછી, ઈરાન અને ઇઝરાયલ બંનેના નાગરિકો ગભરાટમાં છે અને સલામત સ્થળો શોધી રહ્યા છે.