
સુરેન્દ્રનગરમાં પોલીસની નિષ્ક્રિયતા ઉજાગર થઈ છે. ભાજપ કાર્યકર અને દારૂના ગુનામાં પોલીસ ચોપડે ફરાર આરોપીએ યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. ભાજપનો કાર્યકર કે જે દારુનો ધંધો કરે છે. તેણે યુવકને ધમકાવતા કહ્યું કે મારી બાતમી કેમ આપે છે. એમ કહીને તેની ઉપર હુમલો કર્યો હતો.
સુરેન્દ્રનગર ભાજપના સક્રિય કાર્યકરના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયા બાદ પોલીસ ચોપડે ફરાર તરીકે નોંધાયેલા કાર્યકરે યુવકને ઢોર માર માર્યાની ઘટનાથી ચકચાર મચી છે. પાટડીમાં ભાજપ કાર્યકર રાકેશ ઠાકોરને ત્યાંથી LCBએ દારૂ ઝડપી પાડ્યો હતો. અને આરોપી રાકેશ ઠાકોર પોલીસ ચોપડે ફરાર છે. ત્યારે રાકેશ ઠાકોરે પાટડીના યુવક હાર્દિક પ્રજાપતિને મારી બાતમી કેમ આપે છે તેમ કહી ઢોર માર માર્યો હતો.
પાટડીની આ ઘટના બાદ વિપક્ષે પણ ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના દાવા કરતા ગૃહમંત્રી પોતાના પક્ષના ભાજપના કાર્યકર અને બુટલેગર પર પગલાં ન ભરતાં હોવાના આક્ષેપ સાથે સખ્ત કાર્યવાહીની માગ કરી છે.
પાટડીના ભાજપના આ કાર્યકરની દાદાગીરીને પગલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે, ભાજપ સરકારના રાજમાં નિર્દોષ લોકોના ઘર પાડવામાં આવે છે હવે ભાજપના કાર્યકર અને બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવવાની માગ કરી છે.