Home / Trending : This auto driver earns 5 to 8 lakh rupees every month without driving a rickshaw

આ ઓટો ડ્રાઈવર રિક્ષા ચલાવ્યા વિના જ દર મહિને કમાય છે 5 થી 8 લાખ રૂપિયા, જાણો કેવી રીતે 

આ ઓટો ડ્રાઈવર રિક્ષા ચલાવ્યા વિના જ દર મહિને કમાય છે 5 થી 8 લાખ રૂપિયા, જાણો કેવી રીતે 

જ્યારે પણ ઓટો ડ્રાઈવરની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો આ કામને એક સરળ કામ માને છે અને વિચારે છે કે ઓટો ચલાવવાથી કેટલું કામતો હશે.. પરંતુ આજે અમે તમને મુંબઈના એક ઓટો ડ્રાઈવર વિશે જણાવીશું, જે ઓટો ચલાવ્યા વિના દર મહિને 5 થી 8 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. આ ઓટો ડ્રાઈવરની વાર્તા આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લેન્સકાર્ટ પ્રોડક્ટ લીડરે લિંક્ડઇન આ સ્ટોરી પોસ્ટ કરી
લેન્સકાર્ટ પ્રોડક્ટ લીડર રાહુલ રૂપાણીએ લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ ઓટો ડ્રાઈવરની વાર્તા કહી છે. તેમણે જણાવ્યું છે કે મુંબઈનો એક ઓટો ડ્રાઈવર પોતાની બુદ્ધિમત્તાથી દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આ ઓટો ડ્રાઈવર મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટની બહાર ઉભો રહીને પોતાનું ગુજરાન ચલાવે છે.

દરેક ગ્રાહક પાસેથી 1000 રૂપિયાનો ચાર્જ
રાહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ વિઝા એપોઇન્ટમેન્ટ માટે યુએસ કોન્સ્યુલેટ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે અંદર કોઈપણ પ્રકારની બેગ લઈ જવાની મનાઈ છે. બીજી તરફ, ત્યાં સામાન રાખવા માટે કોઈ લોકરની સુવિધા નથી. તે જ સમયે, એક ઓટો ડ્રાઈવરે તેમને કહ્યું, "સાહેબ, મને બેગ આપો. હું તેને સુરક્ષિત રાખીશ, મારો દૈનિક  ચાર્જ 1000  રૂપિયા છે."

આ ઓટો ડ્રાઈવર દરરોજ આ જ કામ કરે છે અને દરરોજ લોકોનો સામાન સુરક્ષિત રાખે છે અને તેમની પાસેથી દરરોજ 1000 રૂપિયા વસૂલ કરે છે. આ ઓટો ડ્રાઈવરને દરરોજ 20 થી 30 ગ્રાહકો મળે છે અને આમ તે દરરોજ 20 થી 30,000 રૂપિયા એટલે કે મહિને 5 થી 8 લાખ રૂપિયા કમાય છે.

આ ઓટો ડ્રાઈવરે સ્થાનિક પોલીસ અધિકારી સાથે ભાગીદારી કરી છે, જ્યાં તે લોકરમાં માલ સુરક્ષિત રાખે છે. આગળ, રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું કે "આ વાસ્તવિક ઉદ્યોગસાહસિકતા છે. કોઈ પિચ ડેક નહીં, કોઈ સ્ટાર્ટઅપ બકવાસ નથી. ફક્ત એક યોગ્ય સ્થાન, યોગ્ય વિચાર અને થોડો વિશ્વાસ." તેમણે તેને "શેરી વ્યવસાયમાં માસ્ટરક્લાસ" પણ ગણાવ્યો.

Related News

Icon