
ભારતીય ગ્રાહકોમાં વધતી જતી સલામતી જાગૃતિને ધ્યાનમાં રાખીને કાર કંપનીઓએ હવે એન્ટ્રી-લેવલ કારમાં પણ 6 એરબેગ્સ જેવી સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે. આ સુવિધા જે પહેલા ફક્ત મોંઘી કાર સુધી મર્યાદિત હતી તે હવે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતે પણ ઉપલબ્ધ છે. અહીં આવી ટોચની કાર વિશે જાણીશું જે ન ફક્ત બજેટમાં જ આવે છે, પરંતુ તમારી અને તમારા પરિવારની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખે છે.
1. મારુતિ સુઝુકી અલ્ટો K10
મારુતિ સુઝુકી અલ્ટો K10ની કિંમત 4.23 લાખથી શરૂ થાય છે. આ ભારતની સૌથી સસ્તી 6 એરબેગ કાર છે. તેમાં 1.0-લિટર પેટ્રોલ (67hp) એન્જિન છે. તેમાં મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશન મળે છે. તેમાં CNG વેરયઅન્ટ પણ ઉપલબ્ધ છે. તેની કિંમતમાં 16,000 રૂપિયાનો વધારો થયો છે, પરંતુ હવે તે વધુ સુરક્ષિત બની ગયું છે.
2. મારુતિ સુઝુકી ઇકો
મારુતિ સુઝુકી ઈકોની કિંમત 5.69 લાખથી શરૂ થાય છે. આ MPV સેગમેન્ટમાં સૌથી સસ્તી 6 એરબેગ કાર છે. હવે 6-સીટર ફોર્મેટમાં પણ ઉપલબ્ધ છે. તેમાં 1.2-લિટર (80hp) પેટ્રોલ એન્જિન છે. તેમાં CNG વેરિયન્ટ પણ છે, પરંતુ તે 5-સીટર હોય છે. સેફ્ટી અપડેટ પછી કિંમતમાં 25,500 રૂપિયાનો વધારો થયો છે.
૩. મારુતિ સુઝુકી સેલેરિયો
મારુતિ સુઝુકી સેલેરિયોની કિંમત 5.64 લાખથી શરૂ થાય છે. સૌથી વધુ માઈલેજ આપનારી પેટ્રોલ કાર હવે વધુ સુરક્ષિત બની ગઈ છે. તેમાં 1.0-લિટર પેટ્રોલ (67hp) એન્જિન છે. તેમાં CNG વેરિયન્ટ પણ ઉપલબ્ધ છે. તેમાં AMT વિકલ્પ પણ ઉપલબ્ધ છે.