
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ ઓફિશિયલ એક્સ એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યો છે. અમદાવાદથી લંડન જતી વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે અને તેની અસર હવે કંપનીના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પિક્ચર (DP) પર સ્પષ્ટપણે દેખાય છે.
https://twitter.com/airindia/status/1933086483142902226
એર ઈન્ડિયાએ ફોટો કેમ બદલ્યો?
કંપનીએ તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટનો ફોટો બદલી નાખ્યો છે અને હવે ફોટો કાળા રંગમાં જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ઘટના પર દુ:ખ વ્યક્ત કરે છે ત્યારે તે વ્યક્તિ ડિસ્પ્લે પિક્ચર પર કાળો ફોટો મૂકે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા, એર ઈન્ડિયાએ પ્રોફાઈલ ફોટોને કાળા રંગમાં અપડેટ કર્યો છે.
માત્ર એર ઈન્ડિયાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર જ નહીં, પરંતુ કંપનીના ઓફિશિયલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો પ્રોફાઈલ ફોટો પણ હવે કાળા રંગમાં જોવા મળે છે.