
મૂળ ભારતીય અને ગુજરાતના વતની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર લાંબા સમયથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. તે હવે ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરશે. આ દરમિયાન સોમવારે (10મી માર્ચ) સ્પેસ સ્ટેશન પૃથ્વીની નજીકથી પસાર થશે, ત્યારે આ સ્પેસ સ્ટેશન રાત્રિના સમયે જામનગરના આકાશમાં દ્રશ્યમાન થશે અને નરી આંખે અથવા ટેલિસ્કોપની મદદથી સ્પષ્ટ જોઈ શકાશે.
સ્પેસ સ્ટેશન જામનગરના નભોમંડળમાંથી પસાર થશે
આજે રાત્રે જામનગરના આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેમાં સુનિતા વિલિયમ્સ હાજર છે. તે નરી આંખે અથવા તો ટેલિસ્કોપની મદદથી સ્પષ્ટ જોઈ શકાશે. જામનગરના નભોમંડળમાં 8 વાગ્યાને 11 સેકન્ડે દક્ષિણ-પશ્ચિમમાંથી નીકળશે. ત્યારબાદ રાત્રીના 8 વાગ્યાને 3 મિનિટે મધ્ય આકાશમાં ગુરૂ ગ્રહ પાસેથી પસાર થશે અને 8 વાગ્યાને 8 મિનિટ અને 50 સેકન્ડે ઉત્તર-પૂર્વ પાસે સપ્તરૂષી પાસે અસ્ત પામશે. જે સ્પેશ સ્ટેશન 3.4 મેગ્નીટયુડ જેટલો ચમકતો હશે અને તેને નરી આંખે જોઈ શકાશે.
19મી-20મી માર્ચે પૃથ્વી પર પરત ફરવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. વિલ્મોરને પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાનું કામ ઈલોન મસ્કને સોંપ્યું છે. આ દિશામાં જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે એ જોતાં અવકાશયાત્રીઓ 19મી અથવા 20મી માર્ચે પૃથ્વી પર પાછા ફરે તેવી અપેક્ષા છે. મોટેભાગે તેઓ સ્પેસ એક્સ વાહન દ્વારા પાછા ફરશે. પૃથ્વી પર પાછા ફર્યા પછી, બંને અંતરિક્ષયાત્રીની સઘન તબીબી તપાસ કરવામાં આવશે.