Home / Auto-Tech : Buy Bajaj Pulsar bikes cheaply

બજાજ પલ્સર બાઈક્સ સસ્તામાં ખરીદો, આટલા રૂપિયાનું મળી રહ્યું બમ્પર ડિસ્કાઉન્ટ!

બજાજ પલ્સર બાઈક્સ સસ્તામાં ખરીદો, આટલા રૂપિયાનું મળી રહ્યું બમ્પર ડિસ્કાઉન્ટ!

બજાજ ઓટોએ 50થી વધુ દેશોમાં 2 કરોડથી વધુ એકમોના વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે, તેની ઉજવણી કરવા માટે કંપની હવે પસંદગીના પલ્સર મોડલ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો તમે પણ નવી પલ્સર બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સસ્તી કિંમતે બજાજની નવી બાઇક ખરીદવાની શાનદાર તક છે, કંપની દ્વારા 7379 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ મર્યાદિત પ્રાધાન્યતા ઓફરનો લાભ પલ્સર 125 નિયોન, પલ્સર 150, 125 કાર્બન ફાઇબર, N160 USD અને 220F મોડલ્સ પર આપવામાં આવી રહ્યો છે. અહીં જાણો કયા મોડેલ પર કેટલા પૈસા બચાવી શકો છો?

બજાજ બાઇક પર ડિસ્કાઉન્ટનો લાભ

પલ્સર 125 નિયોન ખરીદીને 1184 રૂપિયાની બચત કરવાની તક છે, આ બાઇકની કિંમત 84,493 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.

તમે Bajaj Pulsar 125 Carbon Fiber મોડલ ખરીદીને રૂ. 2,000 બચાવી શકો છો, આ બાઇકની કિંમત 91,610 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.

બજાજ પલ્સર 150 સિંગલ ડિસ્ક અને ટ્વીન ડિસ્ક વેરિયન્ટ પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સિંગલ ડિસ્ક વેરિયન્ટની કિંમત 1,12,838 (એક્સ-શોરૂમ, દિલ્હી) અને ટ્વીન ડિસ્ક મોડલની કિંમત 1,19,923 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.

Bajaj Pulsar N160 USD મોડલ પર કંપની તરફથી 5811 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ બાઇક ખરીદવા માટે તમારે 1,36,992 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) ખર્ચવા પડશે.

Pulsar 220F વેરિયન્ટ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, કંપની આ બાઇક પર 7379 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, પરંતુ માત્ર મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં રહેતા લોકોને જ આ ડીલનો લાભ મળશે.

ભારતમાં પલ્સરની સફર

બજાજ ઓટોએ 2001માં પહેલીવાર પલ્સર બાઇક લોન્ચ કરી હતી, કંપનીને 1 કરોડના વેચાણનો આંકડો પાર કરતા 17 વર્ષ લાગ્યા હતા પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે કંપનીએ આગામી 1 કરોડનો આંકડો માત્ર 6 વર્ષમાં પૂરો કર્યો.

Related News

Icon