
ઓલાના ફાઉન્ડર અને સીઈઓ ભાવિશ અગ્રવાલની ઓલા ઈલેક્ટ્રીકના S1 સિરીઝના સ્કૂટરની સર્વિસ સ્ટેટસને લઈને કોમેડિયન કુણાલ કામરા સાથે સોશિયલ મીડિયા પર શાબ્દિક તકરાર થઈ છે.
Olaના સ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલ X (અગાઉ ટ્વિટર) પર કોમેડિયન કુણાલ કામરા સાથે Ola ઈલેક્ટ્રીકના S1 સિરીઝના EV સ્કૂટર્સની સર્વિસ સ્ટેટસને લઈને શાબ્દિક તકરારમાં પડ્યા હતા.
કુણાલ કામરાએ ઇન્સ્ટાગ્રામ અને X પ્લેટફોર્મ પર OLA ડીલરશીપની એક તસવીર પોસ્ટ કરી, જેની સામે મોટી સંખ્યામાં ઓલા સ્કૂટર્સ ધૂળખાતી પડી હતી અને સંભવતઃ સર્વિસિંગ માટે આવેલી હતી.
કામરાએ સોશિયલ મીડિયામાં લખ્યું "શું ભારતીય ગ્રાહકો પાસે અવાજ છે? શું તેઓ તેને લાયક છે? ટુ-વ્હીલર એ ઘણા દૈનિક વેતન કામદારોની લાઈફ લાઈન છે. જાગો_ગ્રાહક_જાગો. મંત્રી નીતિન ગડકરીજી આ રીતે લોકો ઇલેક્ટ્રિક વાહનો વાપરશે? જે પણ લોકો OLA ઇલેક્ટ્રિક સ્કુટરથી પરેશાન છે એ લોકો આ થ્રેડમાં કૉમેન્ટ્સ કરી જણાવે”
https://twitter.com/bhash/status/1842837050891849818
કામરાએ પોતાની પોસ્ટમાં ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સને પણ ટેગ કરીને પૂછ્યું, "શું કોઈ જવાબ છે?"
વધુમાં, તેમણે ઓલા ઈલેક્ટ્રિક સંબંધિત સમસ્યાઓ ધરાવતા કોઈપણને પોસ્ટની નીચે ટિપ્પણી કરવા અને તેમની વાર્તા કહેવા માટે આમંત્રિત કર્યા.
કામરાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ભાવિશ અગ્રવાલે આરોપ લગાવ્યો કે તેમનું ટ્વીટ પેઇડ ટ્વિટ હતું. તેમણે લખ્યું, " @kunalkamra88 તમે લોકો વિશે ખૂબ કાળજી રાખતા હોવ તો આવો અને અમને મદદ કરો! હું તમારી નિષ્ફળ કોમેડી કારકિર્દીના આ પેઇડ ટ્વિટ કરતાં વધુ ચૂકવણી કરીશ. અથવા શાંત રહો અને ચાલો ગ્રાહકોની વાસ્તવિક સમસ્યાઓને ઠીક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અમે ઝડપથી સર્વિસ નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યા છીએ અને બૅકલોગ ટૂંક સમયમાં સાફ થઈ જશે"
https://twitter.com/bhash/status/1842858929845318041
અગ્રવાલના પ્રતિભાવ પર લોકોએ ટિપ્પણીઓ કરી અને ઘણા નેટીઝન્સે તેમના પ્રતિભાવને "ઘમંડી" ગણાવ્યો.
એક યુઝરે લખ્યું, "જો તમે આ ગેમમાં લાંબા સમય સુધી રહેવા માંગતા હોવ તો ગ્રાહક સેવા પર ધ્યાન કેન્દ્રિત કરો, યોગ્ય ભાવનાથી પ્રતિસાદ લો અને તમારા ઉત્પાદનને સુધારવા માટે કામ કરો."
બીજા એક યુઝર્સે લખ્યું "તે સરસ છે કે તમે સેવાનો વિસ્તાર કરી રહ્યા છો, પરંતુ તમારી ભાષા એવું લાગે છે કે તમે ઉપકાર કરી રહ્યા છો"
અન્ય એક યુઝર્સે લખ્યું "કલ્પના કરો કે મધ્યમ વર્ગની વ્યક્તિ 3-4 મહિનાનો પગાર બચાવે છે અને OLA ખરીદે છે, પરંતુ પ્રથમ અઠવાડિયામાં તે કેટલીક સમસ્યાઓ આવે છે અને પછી તે તમારા સર્વિસ સેન્ટરમાં ઘણા દિવસો સુધી ઉભો રહે છે."