Home / Auto-Tech : Deleted apps are getting installed automatically on iPhone

આઇફોનમાં જાતે જ ઇન્સ્ટોલ થઈ રહી છે ડિલીટ કરેલી એપ્લિકેશન, જાણો શું છે તેનું સોલ્યુશન

આઇફોનમાં જાતે જ ઇન્સ્ટોલ થઈ રહી છે ડિલીટ કરેલી એપ્લિકેશન, જાણો શું છે તેનું સોલ્યુશન

એપલ દ્વારા હાલમાં જ iOS 18.4ને લોન્ચ કરવામાં આવી છે. જોકે આ અપડેટમાં એક ખામી છે. યુઝર દ્વારા ડિલીટ કરવામાં આવેલી એપ્લિકેશન ફરી ઇન્સ્ટોલ થઈ રહી છે. એપલના કમ્યુનિટી પેજ પર ઘણા યુઝર્સ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી રહી છે. મોબાઈલને જેલબ્રેક ન કર્યો હોય અને થર્ડ-પાર્ટી એપ સ્ટોર પણ ન હોય ત્યાં પણ આવું થઈ રહ્યું છે. એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ ખામી હોવાનું લાગી રહ્યું છે, જેના કારણે યુઝર્સ આવી વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુઝર્સની ફરિયાદ

એપલના કમ્યુનિટી પેજ તેમજ અન્ય ઘણી જગ્યાએ યુઝર્સ દ્વારા આ વિશે ફરિયાદ કરવામાં આવી છે. તેમણે એપ્લિકેશન ડિલીટ કરી હોવા છતાં એ જાતે જ ઇન્સ્ટોલ થઈ રહી છે. એક યુઝરે કહ્યું કે, "iOS 18.4ને સફળતાપૂર્વક અપડેટ કર્યા બાદ જ્યારે મારી તમામ એપ્લિકેશનને અપડેટ કરવા ગયો, ત્યારે મેં જોયું કે એક ચાઈનીઝ ગેમ જાતે જ ઇન્સ્ટોલ થઈ ગઈ હતી." અન્ય એક યુઝરે પણ કહ્યું કે તેની 'લાસ્ટ વોર સર્વાઈવલ' ગેમ જાતે જ ઇન્સ્ટોલ થઈ ગઈ હતી.

ક્યારેય ઇન્સ્ટોલ ન કરેલી એપ્સ

એપલના કમ્યુનિટી પેજ પર ઘણા એવા યુઝર્સ છે જેમણે આજ સુધી જે એપ્લિકેશન એક પણ વાર ડાઉનલોડ ન કરી હોય એ પણ જાતે ડાઉનલોડ થઈ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જેમણે જેલબ્રેક ડિવાઇઝ કર્યું હોય અથવા તો થર્ડ-પાર્ટી એપ સ્ટોરનો ઉપયોગ કરી રહ્યાં હોય, તેમની સાથે આવું થઈ રહ્યું છે. જોકે આ યુઝર્સ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેમણે પોતાની ડિવાઇઝમાં એવું કંઈ નથી કર્યું અને ફક્ત એપલના જ સ્ટોરનો ઉપયોગ કરી રહ્યા છે.

એપલે જવાબ આપવાનું ટાળ્યું

આ ઈશ્યુ વિશે હજી સુધી એપલ દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. શક્ય છે કે એપલ નવા અપડેટ દ્વારા આ ખામીને દૂર કરે. જો કે, હજુ સુધી તેમના નવા અપડેટમાં ત્રૂટિ છે કે પછી કોઈ બીજું કારણ છે, તે અંગે એપલ તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

શું છે સોલ્યુશન? 

એપલ દ્વારા આ ઈશ્યુ અંગે કોઈ માહિતી નથી આપવામાં આવી. જોકે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી યુઝર્સ માટે ફરીથી ઇન્સ્ટોલ થયેલી એપ્લિકેશનને ડિલીટ કરવી એ જ ઉપાય છે.

Related News

Icon