
ભારતમાં વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Disney+ Hotstarની સેવાઓ બુધવારે બપોરે ઠપ્પ થઈ ગઈ છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર આ સમસ્યા વિશે જાણ કરી છે. Disney+ Hotstar વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ મોબાઇલ, વેબ અને સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ છે, પરંતુ ભારતમાં વેબ અને મોટી સ્ક્રીનવાળા પ્લેટફોર્મ પર આ સર્વિસ કામ આપતી નથી. આઉટેજ ટ્રેકર ડાઉનડિટેક્ટરે પણ ડિઝની પ્લસ હોટસ્ટાર ડાઉન હોવાની પુષ્ટિ કરી છે.
એપ્લિકેશન અને વેબસાઇટ પર યુઝર્સને એવો મેસેજ દેખાઈ રહ્યો છે. કંઈક ખોટું થયું છે, અમે આ વિડિયો હવે ચલાવી શકતા નથી. આ ઉપરાંત પ્લેટફોર્મ યુઝર્સ એકાઉન્ટ ફરીથી સક્રિય કરવાનો અથવા મદદ માટેનો વિકલ્પ પણ આપી રહ્યું છે.
https://twitter.com/PrabhasManeesh/status/1889577714920628488
લોકપ્રિય આઉટેજ ટ્રેકર Downdetector.in એ પણ Disney+ Hotstarમાં 98 ટકાથી વધુ ફરિયાદો વિડિઓ સ્ટ્રીમિંગ સેવા સંબંધિત છે. આ સમસ્યા બુધવારે બપોરે ૧૨:૩૫ વાગ્યે શરૂ થઈ હતી અને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં લોકોને વધુ જોવા મળી રહી છે. યુઝર્સ ડિઝની પ્લસ હોટસ્ટારની સેવા બંધ હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.
જણાવી દઈએ કે ડિઝની+ હોટસ્ટારનું મોબાઈલ વર્ઝન કામ આપે છે પરંતુ ટીવી અને વેબ વર્ઝનને અસર પહોંચી છે.