
એપલે વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સમાં અનેક અપડેટ્સની જાહેરાત કરી છે. કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં આગળ વધી રહી છે. જે અંતર્ગત એપલે Apple Intelligence રજૂ કર્યું. જે અંતર્ગત કંપની તેના ડિવાઈસમાં AI ફીચર્સ માટે સપોર્ટ આપશે. જો કે, Apple આ બધું પોતે નથી કરી રહ્યું પરંતુ ChatGPT બનાવનારી કંપની OpenAIની મદદથી કરી રહી છે. Appleના ડિવાઈસમાં ChatGPT સપોર્ટ ઉમેરવામાં આવશે. એ પછીથી લોકોને AI ફિચર્સનો ફાયદો મળશે. પરંતુ X અને ટેસ્લાના માલિક એલોન મસ્કને આ બિલકુલ પસંદ આવ્યું નથી.
એપલના આ ફિચર્સથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે નારાજગી સાથે ચેતવણી આપી કે, તે પોતાની કંપનીઓમાં એપલ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મુકી શકે છે. મસ્ક એપલ અને OpenAI પ્રત્યેની નારાજગી ટ્વિટર પર દર્શાવી છે. મસ્ક શા માટે એપલથી નારાજ છે અને કેમ તે પોતાની કંપનીઓમાં એપલ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી રહ્યા છે.
https://twitter.com/elonmusk/status/1800266437677768765
એપલના સીઈઓ ટિમ કુકે X પર પોસ્ટ કરતા કહ્યું કે, અમે Apple Intelligenceને રજૂ કરી રહ્યા છીએ. AI માં આ અમારું આગળનું લક્ષ્યાંક છે. આ પર્સનલ, પાવરફૂલ અને પ્રાઈવેટ છે. જેનો તમે દરરોજ ઉપયોગ કરો છો તેને એપ્સ સાથે જોડ્યું છે.
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એલોન મસ્કે જવાબ આપ્યો કે, આની જરૂરિયાત નથી. આ ભયંકર સ્પાયવેરને રોકો નહીં તો મારી કંપનીઓમાં Appleના તમામ ડિવાઈસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે.
https://twitter.com/tim_cook/status/1800251049472839872
એલોન મસ્કને ChatGPTને બતાવ્યું સ્પાયવેર
એલોન મસ્ક OpenAI ના ચેટબોટ એટલે કે ChatGPT ને સ્પાયવેર માને છે. એપલ પર નિશાન સાધતા કહ્યું કે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એપલ એટલું સ્માર્ટ નથી કે તે પોતાનું AI બનાવી શકે. તેમ છતાં હજુ પણ વિચારે છે કે OpenAI તમારી સિક્યોરિટી અને પ્રાઈવસીને સુરક્ષિત કરશે! Appleને આ વાતનો કોઈ અંદાજો નથી કે OpenAIને તમારો ડેટા સોંપ્યા પછી હકિકતમાં શું થશે. તે તમને છેતરી રહ્યું છે.
મસ્કે ચેતવણી આપી હતી કે જો Apple OSમાં OpenAIને જોડવામાં આવશે તો મારી કંપનીઓમાં Appleના ડિવાઈસ બંધ થઈ જશે. આ એક સુરક્ષાનું ઉલ્લંઘન છે જેને સ્વીકારી ના શકાય. જો કોઈ મુલાકાતી આવશે તો કંપનીના ગેટ પર જ તેના એપલ આઈફોન વગેરેની તપાસ કરવામાં આવશે. મુલાકાતીઓના Apple ડિવાઈસને પાંજરામાં રાખવામાં આવશે.
એલોન મસ્કે આરોપ લગાવ્યો કે, પોતાના ચેબોટને શિખવવા માટે ઓપનએઆઈ લોકોના ખાનગી ડેટાનો ઉપયોગ કરે છે. જો આઇફોન વગેરેમાં ChatGPT ઉમેરવામાં આવશે તો તે યુઝર્સની પ્રાઈવસી સાથે ચેડા કરી શકે છે. જણાવી દઈએ કે એલોન મસ્ક ઓપનએઆઈના સ્થાપક સભ્ય હતા, પરંતુ મતભેદોને કારણે તેમણે આ કંપનીને અલવિદા કર્યું હતું. બાદમાં માઇક્રોસોફ્ટે OpenAI ChatGPTમાં ભારે રોકાણ કર્યું હતું.