
એલન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ફરી એક વખત ઠપ્પ થયું છે. બે દિવસ પહેલા જ અમેરિકામાં X ડાઉન હતું. આઉટેજ ટ્રેક કરનારી સાઇટ ડાઉનડિટેક્ટરે પણ Xના ડાઉન થવાની પૃષ્ટી કરી છે. Xના યૂઝર્સ લૉગિન કરી શકતા નથી, જોકે, જે યૂઝર્સ લોગઇન છે, તે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.
downdetector અનુસાર Xમાં ભારતમાં 15 જુલાઇએ સવારે 8 વાગ્યાથી તકલીફ આવી રહી છે. dwondetector પર અનેક યૂઝર્સે ફરિયાદ કરી છે. સાઇટ અનુસાર 76 ટકા યૂઝર્સને લૉગઇનમાં અને 24 ટકાને વેબસાઇટમાં તકલીફ આવી રહી છે.