Home / Auto-Tech : Fault in Microsoft's cloud service

માઇક્રોસૉફ્ટની ક્લાઉડ સર્વિસમાં ખામી;ભારતમાં મોટી અસર,મુંબઇ એરપોર્ટ પર ચેક-ઇનમાં સમસ્યા

માઇક્રોસૉફ્ટની ક્લાઉડ સર્વિસમાં ખામી;ભારતમાં મોટી અસર,મુંબઇ એરપોર્ટ પર ચેક-ઇનમાં સમસ્યા

અમેરિકામાં માઇક્રોસૉફ્ટની ક્લાઉડ સર્વિસમાં ખામી સર્જાતા કેટલીક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરવી પડી છે. માઇક્રોસૉફ્ટે કહ્યું કે તે પોતાની ક્લાઉડ સર્વિસમાં આવેલી સમસ્યાઓની તપાસ કરી રહ્યું છે, જેને કારણે કેટલીક એરલાઇન્સે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્લાઉડ સર્વિસમાં ખામીને કારણે મુંબઇ એરપોર્ટ પરક ચેક-ઇન સિસ્ટમ ઠપ થઇ ગઇ હતી. ઇન્ડિગો, અકાસા અને સ્પાઇસજેટની સેવાઓ ઠપ થઇ હતી.

ઓછી કિંમત ધરાવતી એરલાઇન્સ ફ્રંટિયર એરલાઇન્સ (ફ્રંટિયર ગ્રુપ હોલ્ડિંગ્સનું એકમ), એલિજિએટ અને સનકંટ્રીએ કહ્યું કે તેમના ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે. ફ્રન્ટિયરે કંપનીનું નામ લીધા વગર માઇક્રોસૉફ્ટની એક મોટી ટેકનિકલ સમસ્યાએ અસ્થાઇ રીતે તેમના ઓપરેશનને પ્રભાવિત કર્યું છે, જ્યારે સનકંટ્રીએ કહ્યું કે એક ત્રીજા પક્ષના વિક્રેતાએ તેમની બુકિંગ અને ચેક-ઇન સુવિધાઓને પ્રભાવિત કરી છે.\


સ્ક્રિન પર એકાએક બ્લ્યૂ સ્ક્રિન આવી ગઈ

આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સિસ્ટમ પર અચાનક બ્લ્યૂ સ્ક્રીન દેખાવા લાગી હતી સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો હતો. જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લ્યૂ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર પણ કહેવાય છે, ત્યારે આવી શકે છે જ્યારે વિન્ડોઝમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોય અને તે અચાનક કામ કરતી બંધ થઈ જાય.

ભારતમાં પણ જોવા મળી સમસ્યા

ઇન્ડિગો, અકાસા એર અને સ્પાઇસ જેટ એરલાઇન્સે વિશ્વના કેટલાક એરપોર્ટ પર વેબ ચેકઇનમાં તકલીફનો સામનો કરવો પડ્યો છે. આ કારણે મુંબઇ, બેંગલુરૂ, દિલ્હી સહિત દેશના કેટલાક એરપોર્ટ્સ પર તેના મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ અવેયરના આંકડા અનુસાર, ફ્રન્ટિયરે 147 ફ્લાઇટ રદ કરી છે અને 212 ફ્લાઇટ મોડી ઉડી હતી. ડેટાથી ખબર પડે છે કે એલેજિએટના 45% ફ્લાઇટ મોડી ઉપડી હતી. જ્યારે સન કંટ્રીની 23% ફ્લાઇટ મોડી ઉડી હતી. કંપનીઓએ પ્રભાવિત ફ્લાઇટની સંખ્યા વિશે ડેટા આપ્યો નથી.

માઇક્રોસૉફ્ટે કહ્યું કે તેમની સમસ્યા ગુરૂવાર સાંજે 6 વાગ્યાથી શરૂ થઇ હતી જેને કારણે કેટલાક ગ્રાહકોને સેન્ટ્રલ યૂએસમાં કેટલીક એજ્યોર સર્વિસમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

 


Icon