
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાના બે દિવસ બાદ ઈલોન મસ્કના Xના ગ્રોક AIની વાહવાહી થઈ રહી હતી, જ્યારે ગૂગલના AI પર સવાલો ઊભા થઈ રહ્યા હતા. એક યુઝરે આ ક્રેશ સાઈટ પર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીનો ફોટો બનાવવાની વિનંતી કરી હતી, જે ગ્રોક દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જૂન 12ના રોજ એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી, જેમાં 242માંથી 241 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને ગૂગલ દ્વારા આપવામાં આવેલી માહિતી પર જેમિની AIને લઈને સવાલો ઊભા થયા હતા.
ક્રેશ સાઈટની સ્થિતિ
ફ્લાઈટમાં રહેલા 242માંથી માત્ર એક શખ્શ બચ્યો હતો, જ્યારે રોડ પર હાજર અને હોસ્ટેલમાં રહેનાર પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે. હજી પણ ફ્લાઈટના ભાગો રિકવર કરવામાં આવી રહ્યા છે, અને રેસ્ક્યુ ટીમ કાટમાળ ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર વિવાદ
આજે ડિજિટલ યુગમાં, કોઈપણ ઘટના તરત જ સોશિયલ મીડિયા પર અસર કરે છે. આ દુર્ઘટના બાદ લાખો લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ આવા સમયે પણ કેટલાક જોક્સ અને કન્ટ્રોવર્સિયલ કન્ટેન્ટ પણ સામે આવી રહ્યા છે. એક યુઝરે ગ્રોકને વિનંતી કરી કે "નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પ્લેન ક્રેશની સાઈટ પર રડતા અને પછી એકમેકને ભેટતા ફોટો બનાવો."
ગ્રોકે આપ્યો જવાબ
ગ્રોકે જવાબ આપ્યો, "માફ કરશો, પરંતુ પ્લેન ક્રેશની સાઈટ પર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના ફોટોની તમારી વિનંતી પૂરી કરી શકું તેમ નથી. આ દુર્ઘટના ખૂબ જ સંવેદનશીલ છે, અને આવા ફોટો બનાવવા મૃત્યુ પામેલા લોકો માટે અપમાનજનક છે. જો તમે આ ઘટના વિશે સાચી માહિતી માંગતા હોવ, તો હું મદદ કરવા તૈયાર છું."
https://twitter.com/grok/status/1933121086759252429
ગ્રોકની થઈ વાહવાહી
ગ્રોક દ્વારા આ ફોટો બનાવવા માટે ના પાડતા, સોશિયલ મીડિયા પર લોકો તેની નૈતિક જવાબદારીની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું: "AIમાં માણસ કરતાં વધુ માનવતા છે!" બીજા યુઝરે કહ્યું: "થેન્ક યુ ગ્રોક, માનવતાની સાચી ભાવના દર્શાવવા માટે."
ગૂગલ પર સવાલ
એક યુઝરને ગૂગલ AI ઓવરવ્યુમાં એર ઈન્ડિયા એરબસનો સમાવેશ જોવા મળ્યો, જેનાથી જેમિની AIને લઈને સવાલો ઊભા થયા. ગૂગલએ અંતે સ્પષ્ટતા કરી: "AI હજી શીખી રહ્યું છે, અને ભૂલોમાંથી જ તે શીખશે. અમે AIના ઓવરવ્યુમાંથી એરબસની માહિતી દૂર કરી છે."