Home / Auto-Tech : if a mobile phone gets stolen, it will become useless to thief, such features will be available in Android 16

હવે મોબાઈલ ચોરી પણ થાય જશે તો ચોર માટે બનશે નકામો,એન્ડ્રોઇડ 16માં મળશે આવા ફીચર્સ 

હવે મોબાઈલ ચોરી પણ થાય જશે તો ચોર માટે બનશે નકામો,એન્ડ્રોઇડ 16માં મળશે આવા ફીચર્સ 

ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ 16માં હવે એપલ જેવાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફીચરને ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણાં વર્ષોથી એન્ડ્રોઇડ દ્વારા ઓફલાઇન ફોન ફાઇન્ડિંગ અને ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે. જોકે હવે જે ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, તેનાથી મોબાઇલ એકદમ બંધ એટલે કે નકામો બની જશે. જો મોબાઇલ કોઈ ચોરી ગયું હોય, તો હવે એ વ્યક્તિ મોબાઇલની સિક્યોરિટીને બાયપાસ નહીં કરી શકે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એન્ડ્રોઇડમાં અત્યારે ચોરીથી બચવા માટે શું ફીચર છે?

એન્ડ્રોઇડ 15માં ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન માટે ઘણાં બદલાવ કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ સિક્યોરિટી વિઝાર્ડને બાયપાસ પણ કરે, તો ઓપરેટિંગ સિસ્ટમ એને નવું એકાઉન્ટ લોગ ઇન નથી કરવા દેતું. આ માટે યુઝર જૂના સ્ક્રીન લોક અથવા તો લોગ ઇનનો ઉપયોગ કરીને મોબાઇલ ખોલી શકે છે.

એન્ડ્રોઇડ 16માં શું હશે?

ગૂગલ દ્વારા હાલમાં એન્ડ્રોઇડ શો રાખવામાં આવ્યો હતો. એમાં ગૂગલે નવી ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન વિશે જાહેરાત કરી હતી. આ ફીચર હેઠળ, જો યુઝર દ્વારા પરવાનગી વગર ડિવાઇસને રીસેટ કરવામાં આવ્યું હોય, તો એન્ડ્રોઇડ દ્વારા તમામ ફંક્શન બંધ થઈ જશે. કોલ નહીં કરી શકાશે, ઍપ્લિકેશનનો ઉપયોગ નહીં કરી શકાય—ટૂંકમાં, મોબાઇલમાં કંઈ જ શક્ય નહીં બને.

આ ફોનને ચાલુ કરવા માટે, યુઝર દ્વારા ચોક્કસ રીતે રીસેટ કરવું જરૂરી છે, અને ત્યાર બાદ ઓરિજિનલ યુઝરના આઇડી-પાસવર્ડ નાખીને ફરી ઓપન કરવું. જો તે ન કરવામાં આવે, ત્યાં સુધી સ્ક્રીન પર એક મેસેજ દેખાતા રહેશે, જે યુઝરને રીસેટ કરવા માટે કહે. જ્યાં સુધી રીસેટ ન કરવામાં આવે, ત્યાં સુધી આ ડિવાઇસનો કોઈ પણ રીતે ઉપયોગ શક્ય નહીં બને.

કેમ આ ફીચર ખૂબ જ મહત્ત્વનું છે?

એન્ડ્રોઇડ 15માં ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન હોવા છતાં, કેટલાક ચોરી કરેલાં એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ કરી શકાય છે. જોકે એન્ડ્રોઇડ 16 બાદ હવે એ પણ સંપૂર્ણ બંધ થઈ જશે. આથી મોબાઇલ ચોરી પણ થઈ જાય, તો પણ ચોર એનો ઉપયોગ નહીં કરી શકે ત્યાં સુધી સિક્યોર રીસેટ પ્રોસેસ પૂરી નહી થાય. આથી હવે મોબાઇલ ચોરો પણ આવા મોબાઇલની ચોરી કરવાનું ટાળશે.

ક્યારે લોન્ચ કરવામાં આવશે ફીચર?

એન્ડ્રોઇડ 16ને જૂનમાં રિલીઝ કરવામાં આવશે. સિલેક્ટેડ મોબાઇલ માટે, આ વર્ઝન જૂનમાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ એને ધીમે-ધીમે રિલીઝ કરવામાં આવશે. જોકે આ વર્ઝનના લોન્ચ સાથે આ ફીચર રિલીઝ કરવામાં આવે તેવા ચાન્સ ખૂબ જ ઓછા છે. આ ફીચર, આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

Related News

Icon