Home / Auto-Tech : If you use HDFC Bank's UPI-Netbanking, the digital service will be closed on this date

શું તમે HDFC બેન્કના UPI-નેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો, તો આ તારીખે  ડિજિટલ સેવા રહેશે બંધ 

શું તમે HDFC બેન્કના UPI-નેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો, તો આ તારીખે  ડિજિટલ સેવા રહેશે બંધ 

 જો તમે એચડીએફસીબેન્કના ગ્રાહકો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. જો તમે આ સપ્તાહને અંતે ડિજિટલ ટ્રાન્જેક્શનની કોઈ યોજના બનાવી હોય તો સાવધાન થઈ જજો, કારણ કે બેન્કે મેઇન્ટેનન્સ સિસ્ટમને લઈને પોતાના ગ્રાહકોને અગાઉથી ઍલર્ટ આપી કહ્યું છે કે, થોડા કલાકો સુધી ડિજિટલ સેવાઓ બંધ રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રવિવારે ચાર કલાક ડિજિટલ સર્વિસ બંધ રહેશે

એચડીએફસી બેન્કે પોતાના ગ્રાહકોને ઍલર્ટમાં કહ્યું છે કે, 8 જૂન-2025ના રોજ મેઇન્ટેનન્સની કામગીરી હોવાના કારણે સવારે 2.30 કલાકથી 6.30 કલાક સુધી એટલે કે લગભગ ચાર કલાક ડિજિટલ સર્વિસ બંધ રાખશે. આ દરમિયાન બેન્કની અનેક ઓનલાઇન સેવાઓ કામચલાઉ ધોરણે ડાઉન રહેશે.

 બેન્કની કંઈ સર્વિસ પર અસર પડશે?

મેઇન્ટેનન્સની કામગીરીના કારણે એચડીએફસીની નીચે મુજબની સેવાઓ થોડા સમય માટે બંધ રહેશે : 

UPIથી પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા
નેટ બૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગ ઍપ્લિકેશન ઍક્સેસ
IMPS, NEFT અને RTGS વ્યવહારો
એકાઉન્ટ બેલેન્સ જોવાની તેમજ માહિતી અપડેટ કરવાની સેવા
મર્ચેન્ટ પેમેન્ટ્સ એટલે કે દુકાનો પર કાર્ડ અથવા QR દ્વારા ચૂકવણી
ઇન્સ્ટન્ટ એકાઉન્ટ ઓપન કરવાની સુવિધા

PayZapp એપનો ઉપયોગ કરો

બેન્કે ગ્રાહકોને સલાહ આપી છે કે, મેઈન્ટેનન્સની કામગીરી દરમિયાન PayZapp એપનો ઉપયોગ કરો. આ એક ડિજિટલ વૉલેટ છે, જેનાથી યુઝર્સ બૅન્ક એકાઉન્ટ એક્સેસ કરીને બિલ પેમેન્ટ, ઓનલાઇન શોપિંગ અને નાણાં ટ્રાન્સફર જેવી સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

Related News

Icon