Home / Auto-Tech : Is your phone charging slowly even after putting it on charge?

Mobile Charging Tips: ફોન ચાર્જિંગ પર મૂક્યા પછી પણ ધીમો ચાર્જ થઈ રહ્યો છે? તો આ છે મોટું કારણ!

Mobile Charging Tips: ફોન ચાર્જિંગ પર મૂક્યા પછી પણ ધીમો ચાર્જ થઈ રહ્યો છે? તો આ છે મોટું કારણ!

ફોન (Phone) વગર ઘણા કામ અટકી જાય છે, પરંતુ ફોન ત્યારે જ કામ આવે છે જ્યારે ફોન (Phone‌‌) ચાર્જ હોય. જ્યારે બેટરી ખતમ થઈ જાય છે, ત્યારે આપણે ફોન  (Phone‌‌) ચાર્જિંગ પર મૂકીએ છીએ પરંતુ ઘણા લોકો ફરિયાદ કરે છે કે ફોન (Phone‌‌) ધીમે ચાર્જ થઈ રહ્યો છે. આવી સમસ્યા એક કે બે લોકો સાથે નહીં પણ ઘણા લોકો સાથે આવું થાય છે. શું તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? જો હા, તો આજે તમને કેટલાક કારણો જણાવશું જે તમારા ફોનના  (Phone‌‌)  ધીમા ચાર્જિંગ પાછળનું મોટું કારણ હોઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચાર્જિંગ જેકમાં ઈસ્યુ

જો તમારા મોબાઇલ ફોનનો  (Phone‌‌) ચાર્જિંગ જેક ખરાબ છે, તો આ સ્થિતિમાં તમારો ફોન ખૂબ જ ધીમી ગતિએ ચાર્જ થશે. ચાર્જિંગ જેક એ પાર્ટ છે જ્યાં તમે ડેટા કેબલને ફોન  (Phone‌‌) સાથે કનેક્ટ કરો છો. આ તપાસવા માટે ફોનને  (Phone‌‌) સર્વિસ સેન્ટર અથવા નજીકના રિપેર શોપ પર લઈ જાઓ અને ચાર્જિંગ જેકને નુકસાન થયું નથી તેની ખાતરી કરવા માટે ચાર્જિંગ જેક તપાસો.

ખરાબ ચાર્જર

જે ચાર્જરથી આપણે આપણો ફોન  (Phone‌‌) ચાર્જ કરી રહ્યા છીએ તે ખામીવાળું હોઈ શકે છે. આવા કિસ્સામાં સર્વિસ સેન્ટર અથવા નજીકના મોબાઇલ રિપેર સેન્ટર પર જાઓ અને એડેપ્ટર અને ચાર્જિંગ કેબલ બંનેની તપાસ કરાવો. જો કેબલ અથવા એડેપ્ટરમાં કોઈ સમસ્યા હોય તો તેને તાત્કાલિક બદલો.

ચાર્જ કરતી વખતે ફોન ચલાવવો

કેટલાક લોકોને ફોન  (Phone‌‌)  ચાર્જ પર લગાવીને મોબાઈલ ચલાવાની ખરાબ આદત હોય છે. જો તમને પણ આ આદત છે તો તમારી આ આદત સુધારી લો. આમ કરવાથી ફોન (Phone‌‌) ધીમી ગતિએ ચાર્જ થાય છે, જો શક્ય હોય તો ફોનને  (Phone‌‌)  ફ્લાઇટ મોડમાં અથવા તેને બંધ કરીને ચાર્જ કરવો જોઈએ. આમ કરવાથી ફોન થોડો ઝડપથી ચાર્જ થઈ શકે છે.

Related News

Icon