Home / Auto-Tech : ISRO releases beautiful pictures

Mahakumbh 2025: અવકાશમાંથી મહાકુંભ કેવો દેખાય, ઇસરોએ કરી સુંદર તસવીરો જાહેર!

Mahakumbh 2025: અવકાશમાંથી મહાકુંભ કેવો દેખાય, ઇસરોએ કરી સુંદર તસવીરો જાહેર!

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ભવ્ય મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશ અને દુનિયાભરમાંથી ઘણા સંતો અને યાત્રાળુઓ સંગમના કિનારે પહોંચ્યા છે. આ બધા વચ્ચે ISROએ મહાકુંભમાં ટેન્ટ સિટી અને સંગમની સેટેલાઇટ તસવીર પ્રકાશિત કરી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ બુધવારે મહાકુંભ નગરમાં  ટેન્ટ સિટીની પહેલા અને પછીની ઉપગ્રહ તસવીરો પ્રકાશિત કરી છે જે મહાકુંભની ભવ્યતાની ઝલક આપે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો: iPhone 16ને ટક્કર આપશે સેમસંગ નવો ફોન, જાણો કિંમત

મહાકુંભ 2025 દરમિયાન વિશ્વભરમાંથી કરોડો લોકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. મહાકુંભ દર 12 વર્ષે યોજાતો એક મુખ્ય ધાર્મિક કાર્યક્રમ છે. તે 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં આયોજિત થઈ રહ્યું છે અને 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસ ચાલશે. એક આંકડા મુજબ, અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ યાત્રાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.

ઈસરો એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "EOS-04 (RISAT-1A) 'C' બેન્ડ માઇક્રોવેવ સેટેલાઇટની ટાઇમ સિરીઝ તસવીરો (15 સપ્ટેમ્બર 2023 અને 29 ડિસેમ્બર 2024) ... મહાકુંભ મેળા માટે સ્થાપિત કરવામાં આવેલા ટેન્ટ સિટી (માળખાં)નું વર્ણન સાથે સાથે પોન્ટૂન પુલ અને સહાયક માળખાના નેટવર્ક પર અનન્ય માહિતી પ્રદાન કરે છે."

કુંભ મેળા પહેલા અને પછીના ફોટા

સેટેલાઇટ દ્વારા પાડવામાં આવેલી તસવીરો પ્રયાગરાજમાં ભારતની આકૃતિવાળા શિવાયલ પાર્કનું નિર્માણ દર્શાવે છે, જે 12 એકર જમીનમાં ફેલાયેલું છે અને એક મુખ્ય આકર્ષણ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્રણ અલગ અલગ તારીખે લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ આ મહત્વપૂર્ણ સ્થળનું બાંધકામ દર્શાવે છે. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NSRC)ની વેબસાઇટ પર ત્રિવેણી સંગમની 'સમય શ્રેણી' તસવીરે પણ શેર કરવામાં આવી હતી, જે સપ્ટેમ્બર 2023 અને 29 ડિસેમ્બર 2024માં લેવામાં આવેલી તસવીરો વચ્ચેનો તફાવત દર્શાવે છે.

 

Related News

Icon