Home / Auto-Tech : JioHotstar launched news

JioHotstar લોન્ચ થયું, 50 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યું સબ્સ્ક્રિપ્શન

JioHotstar લોન્ચ થયું, 50 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યું સબ્સ્ક્રિપ્શન

JioCinema અને Hotstar હવે જૂના થઈ ગયા છે. રિલાયન્સના વાયાકોમ18 અને સ્ટાર ઇન્ડિયાના મર્જરથી રચાયેલા નવા સંયુક્ત સાહસ, જિયોસ્ટારે શુક્રવારે (14 ફેબ્રુઆરી)ના રોજ Jiohotstarના લોન્ચની જાહેરાત કરી. આ પ્લેટફોર્મ JioCinema અને Disney+ Hotstarને એકસાથે મર્જ કરીને રજૂ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓને બંને એપ્સનું કન્ટેન્ટ એક જ જગ્યાએ મળવાનું શરૂ થશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

JioHotstar સબ્સ્ક્રિપ્શન 149 રૂપિયાથી શરૂ થાય છે

સ્ટોક એક્સચેન્જને આપેલા સૂચાનામાં કંપનીએ જણાવ્યું હતું કે JioHotstar 50 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે લગભગ 3 લાખ કલાક Entertainment content, લાઇવ સ્પોર્ટ કવરેજ અને આકર્ષક સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે, જે વિવિધ પ્રેક્ષકોની જરૂરિયાતોને અનુરૂપ રચાયેલ છે. તે 149 રૂપિયાથી શરૂ થશે.

વધુંમાં હાલના JioCinema અને Disney+ Hotstar સબ્સ્ક્રાઇબર્સ સરળતાથી JioHotstar  પર ટ્રાન્જિશન કરી શકશે અને તેનું નવું સબ્સ્ક્રિપ્શન સેટ કરી શકશે.

JioHotstar એ પ્રીમિયમ Entertainment અને પર્સનલાઇઝ્ડ contentનું નવું સરનામું 

જિયોસ્ટારના ડિજિટલ સીઈઓ કિરણ મણિએ જણાવ્યું હતું કે, “Jiohotstarનું મુખ્ય વિઝન બધા ભારતીયો માટે પ્રીમિયમ મનોરંજનને ખરેખર સુલભ બનાવવાનું છે. અમારું વચન 'અનંત શક્યતાઓ' એ સુનિશ્ચિત કરે છે કે Entertainment હવે થોડા લોકોનો વિશેષાધિકાર નહીં પરંતુ બધા માટે એક સહિયારો અનુભવ બની રહે.

મણિએ વધુમાં ઉમેર્યું, "એઆઈ-સંચાલિત ભલામણો અને 19થી વધુ ભાષાઓમાં સ્ટ્રીમિંગ સાથે અમે પહેલા કરતાં વધુ પર્સનલાઇઝ્ડ content પહોંચાડી રહ્યા છીએ."

Related News

Icon