
સરકાર દ્વારા એન્ડ્રોઇડ યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ધ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્સને જણાવવામાં આવ્યું છે કે તેમના મોબાઇલમાં ઘણા સિક્યુરિટી પ્રોબ્લેમ્સ છે જે તેમને નુકસાન કરી શકે છે. એન્ડ્રોઇડમાં જેટલા પ્રોબ્લેમ્સ છે, એમાંથી CERT-In દ્વારા કેટલાકની એડ્વાઇઝરીમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે.
શું આપી છે ચેતવણી?
CERT-In તેની એડ્વાઇઝરીમાં જણાવ્યું છે કે એન્ડ્રોઇડ યૂઝર્સ પર હાઇ-રિસ્ક છે. તેમની ડિવાઇસમાં ઘણા પ્રોબ્લેમ્સ છે અને આ કારણે હેકર્સને ડિવાઇસની એક્સેસ કરવાની સાથે તમામ ડેટા પણ મળી શકે છે. આ સાથે જ યૂઝરને મોબાઇલનો ઉપયોગ કરતાં પણ અટકાવી શકે છે.
સિક્યોરિટી રિસ્કનું કારણ
CERT-Inના જણાવ્યા મુજબ, એન્ડ્રોઇડ ડિવાઇસ રિસ્કમાં હોવાના કારણ તેના પાર્ટ્સ છે. આ પાર્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:
ફ્રેમવર્ક
પ્લેટફોર્મ
સિસ્ટમ
કોન્સ્ક્રિપ્ટ કોમ્પોનેન્ટ
કર્નેલ
આર્મ કોમ્પોનેન્ટ્સ
ઇમેજિનેશન ટેક્નોલોજીસ
મિડિયાટેક કોમ્પોએન્ટ્સ
યુનિસોક કોમ્પોનેન્ટ્સ
ક્વાલકોમ કોમ્પોનેન્ટ્સ
કઇ રીતે પોતાને પ્રોટેકટ કરશો?
CERT-In દ્વારા કહેવામાં આવ્યું છે કે યૂઝર દ્વારા સૌથી પહેલાં મોબાઇલની અપડેટ લોન્ચ કરવામાં આવી હોય તો તેને અપડેટ કરવી. લેટેસ્ટ સિક્યોરિટી પેચને એન્ડ્રોઇડ બુલેટિન (https://source.android.com/docs/security/bulletin/2025-02-01) પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સાથે જ યૂઝરે રેગ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સ અપડેટ કરતી રહેવું જોઈએ. વિશ્વાસપાત્ર એપ્લિકેશન્સ જ ઇન્સ્ટોલ કરવી. તે ઉપરાંત શંકાસ્પદ સોર્સથી દૂર રહેવું. ગૂગલ પ્લે પ્રોટેકટ સર્વિસને હંમેશાં ચાલું રાખવી અને તેને અપડેટ કરતાં રહેવું. સ્કેમર્સ દ્વારા ફિશિંગ કરવાની કોશિશ કરવામાં આવે છે તેનાથી બચવું.