Home / Auto-Tech : Now fraud calls and SMS will be banned

હવે ફ્રોડ કોલ અને એસએમએસ પર લાગશે પ્રતિબંધ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે આ પગલાં

હવે ફ્રોડ કોલ અને એસએમએસ પર લાગશે પ્રતિબંધ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે આ પગલાં

ટેલિકોમ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરતા કોલ અને એસએમએસ રોકવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, જીઓ, એરટેલ, વીઆઈ, અને બીએસએનએલ મળીને દરરોજ કુલ 45 લાખ ફ્રોડ કોલ્સને બ્લોક કરી રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લાંબા સમયથી દૂરસંચાર વિભાગ એટલે કે ડિપોર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ખાતા દ્વારા જીઓ, એરટેલ, વીઆઈ, અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓ પર ફ્રોડ કોલ્સ અને એસએમએસને રોકવા માટે દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ ટેલિકોમ કંપનીઓ દ્વારા ફ્રોડ કોલ્સ અને એસએમએસ, રોકવા માટે એક્શન લેવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે જીઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલના મળીને કુલ 45 લાખ ફ્રોડ કોલ્સ બ્લોક કરવામાં આવી રહ્યા છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ DoT અને Traiની સૂચનાઓ બાદ ટેલિકોમ કંપનીઓને ફ્રોડ કોલ રોકવામાં સફળતા મળી છે. સંચાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 45 લાખ ફ્રોડ કોલમાંથી ત્રીજા ભાગના કોલને ભારતીય ટેલિકોમ નેટવર્કમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. આમાં ઈન્ટરનેશનલ ફ્રોડ કોલની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

1.77 કરોડ યુઝર્સના નંબર બ્લોક કરવામાં આવ્યા

DoTએ ફર્જી ડોક્યુમેન્ટ પર મોબાઈલ કનેક્શન લેનારા લોકોના નંબર્સ પણ બ્લોક કરી દીધા છે. માહિતી અનુસાર, ડીઓટીએ અત્યાર સુધીમાં 1.77 કરોડ યુઝર્સના નંબર બ્લોક કર્યા છે. તેમજ 33.48 લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ સિવાય ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા 49,930 મોબાઈલ હેન્ડસેટને પણ બ્લોક કરવામાં આવ્યા છે. જે લોકોએ એક આઈડી  માટે મર્યાદા કરતા વધુ મોબાઈલ કનેક્શન લીધા હતા તેમના નંબરો પણ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે.

મેલેશિયલ (દૂષિત) એસએમએસ મોકલવામાં સામેલ લગભગ 20,000 સંસ્થાઓ અને 32,000 એસએમએસ હેડર અને 2 લાખ એસએમએસ ટેમ્પ્લેટ્સ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આ ઉપરાંત 71,000 સિમ એજન્ટોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં સાયબર ક્રાઈમ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે.

Related News

Icon