Home / Auto-Tech : Now internet will not be available in this plan

એરટેલ યુઝર્સને મોટો ઝટકો, હવે આ પ્લાનમાં નહીં મળે ઇન્ટરનેટ, છતાં રિચાર્જ થયું મોંઘુ

એરટેલ યુઝર્સને મોટો ઝટકો, હવે આ પ્લાનમાં નહીં મળે ઇન્ટરનેટ, છતાં રિચાર્જ થયું મોંઘુ

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. એરટેલે આ બંને પ્લાન દ્વારા આપવામાં આવતા ડેટા લાભોને કાયમી ધોરણે દૂર કરી દીધા છે. આનો અર્થ એ થયો કે હવે તમને પહેલાની જેમ આ બે એરટેલ પ્લાનમાં ઇન્ટરનેટ નહીં મળે. એરટેલે જે બે પ્લાનમાંથી ઇન્ટરનેટ લાભો દૂર કર્યા છે તેની કિંમત 509 રૂપિયા અને 1999 રૂપિયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો ; ગુગલ કેવી રીતે તૈયાર કરે છે મેપ? જાણો અહીં

હવે જો તમે આ પ્લાન્સ સાથે રિચાર્જ કરશો તો તમારે ડેટા માટે અલગથી પૈસા ખર્ચીને રિચાર્જ કરાવવું પડશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે એરટેલે તેના 509 રૂપિયા અને 1999 રૂપિયાના પ્લાન મોંઘા કરી દીધા છે. અહીં જાણો વિગતવાર આ પ્લાનમાં હવે અને પહેલાના લાભો વચ્ચે શું તફાવત છે.

હવે: એરટેલનો 509 રૂપિયાનો પ્લાન તમને 84 દિવસની વેલિડિટી આપે છે. આ ઉપરાંત તમને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળશે. આ પ્લાનમાં તમને Apollo 24|7 સબ્સ્ક્રિપ્શન અને મફત હેલો ટ્યુન મળશે.

અગાઉ: તમને જણાવી દઈએ કે અગાઉ એરટેલના  509  રૂપિયાના પ્લાનમાં 6 જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને 100 એસએમએસ મળતા હતા.

એરટેલનો 1999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

હવે: આ એરટેલ પ્લાનમાં તમને દરરોજ ફક્ત અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળશે. આ રિચાર્જની કુલ માન્યતા 365 દિવસની છે. આવી સ્થિતિમાં આ તે વપરાશકર્તાઓ માટે ખૂબ જ સારું છે જેઓ ઓછી કિંમતે સારો પ્લાન શોધી રહ્યા હતા. એરટેલ યુઝર્સને પ્લાનમાં એપોલો 24|7 સબ્સ્ક્રિપ્શન અને મફત હેલો ટ્યુન મળશે.

અગાઉ: અગાઉ આ એરટેલ પ્લાનમાં કુલ 24GB ડેટા આપવામાં આવતો હતો. આ સાથે પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ હતા.


Icon