
ભારતીય બજારમાં ગ્રાહકો માટે ફ્લેગશિપ ફીચર્સ સાથેનો OnePlus 13s લોન્ચ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ ફીચર્સ વિશે વાત કરીએ તો આ નવીનતમ સ્માર્ટફોનમાં શક્તિશાળી પ્રોસેસર, AI ફીચર્સ, મજબૂત બેટરી અને શાનદાર ડિસ્પ્લે જેવા ફીચર્સ છે.
5.5G સપોર્ટ ધરાવતા આ ફોનમાં બાજુમાં એક નવું પ્લસ બટન છે, એટલું જ નહીં તે કંપનીનો પહેલો સ્માર્ટફોન છે જેમાં Independent Wi-Fi ચિપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનનું વેચાણ કયા દિવસથી શરૂ થશે અને આ ફોન સાથે કઈ લોન્ચ ઓફર્સ ઉપલબ્ધ થશે? જાણો અહીં
OnePlus 13s Specifications
ડિસ્પ્લે: 120Hz રિફ્રેશ રેટવાળા OnePlus 13S સ્માર્ટફોનમાં 6.32-ઇંચ ડિસ્પ્લે છે જે 1.5K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે.
ચિપસેટ: સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8 એલીટ મોબાઇલ પ્લેટફોર્મ છે.
બેટરી ક્ષમતા: શક્તિશાળી 6260mAh બેટરી સાથે લોન્ચ કરાયેલ, આ ફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
કેમેરા સેટઅપ: 32-મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ કરાયેલ, આ લેટેસ્ટ ફોનમાં પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે.
OnePlus 13s Price in India
આ ફોનના બે વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે, 12 GB / 256 GB અને 12 GB / 512 GB. 256 GB વેરિયન્ટની કિંમત 54 હજાર 999 રૂપિયા છે અને 512 GB વેરિયન્ટ ખરીદવા માટે તમારે 59 હજાર 999 રૂપિયા ખર્ચ કરવા પડશે.
આ હેન્ડસેટ ત્રણ કલર વિકલ્પો બ્લેક વેલ્વેટ, પિંક સેટીન અને ગ્રીન સિલ્કમાં ખરીદી શકાય છે. લોન્ચ ઑફર્સની વાત કરીએ તો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI બેંક કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને આ ફોન 12 જૂનથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
આ ફોન સાથે ટક્કર
વનપ્લસનો આ લેટેસ્ટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી S24 5G (8/256 GB વેરિયન્ટ જેની કિંમત એમેઝોન પર 51900 છે) અને એપલ iPhone 16e (128 GB વેરિયન્ટ જેની કિંમત એમેઝોન પર 53600 છે) છે.