Home / Auto-Tech : People really liked this bike news

Auto News : લોકોને ખૂબ પસંદ આવી આ બાઈક, ફરીથી વેચાણમાં નંબર 1 બની 

Auto News : લોકોને ખૂબ પસંદ આવી આ બાઈક, ફરીથી વેચાણમાં નંબર 1 બની 

રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ હંમેશા ભારતીય ગ્રાહકોમાં પ્રભુત્વ ધરાવે છે. જો છેલ્લા મહિના એટલે કે માર્ચ 2025ના વેચાણ વિશે વાત કરીએ, તો ફરી એકવાર રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 એ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સમયગાળા દરમિયાન રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 એ કુલ 33,115 યુનિટ મોટરસાયકલ વેચ્યા, જે વાર્ષિક ધોરણે 30 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે માર્ચ 2024માં આ આંકડો 25,508 યુનિટ હતો. અહીં જાણો ગયા મહિને કંપનીના અન્ય મોડેલોના વેચાણ વિશે વિગતવાર...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બુલેટ 350ના વેચાણમાં 95%નો વધારો થયો

આ વેચાણ યાદીમાં રોયલ એનફિલ્ડ બુલેટ 350 બીજા ક્રમે રહ્યું. આ સમયગાળા દરમિયાન બુલેટ 350 એ કુલ 21,987 યુનિટ વેચ્યા, જે વાર્ષિક ધોરણે 95 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે આ વેચાણ યાદીમાં ત્રીજા નંબરે રોયલ એનફિલ્ડ હન્ટર 350 હતું. હન્ટર 350 એ આ સમયગાળા દરમિયાન કુલ 16,958 યુનિટ મોટરસાયકલ વેચ્યા, જે વાર્ષિક ધોરણે 8 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે આ વેચાણ યાદીમાં ચોથા ક્રમે રોયલ એનફિલ્ડ મીટીયોર 350 હતી. મીટીયોર 350 એ આ સમયગાળા દરમિયાન કુલ 8,912 યુનિટ વેચ્યા, જેમાં વાર્ષિક ધોરણે 1 ટકાનો ઘટાડો થયો.

સુપર મીટીયો સાતમા નંબરે રહીં

બીજી તરફ રોયલ એનફિલ્ડ 650 ટ્વિન્સ આ વેચાણ યાદીમાં પાંચમા ક્રમે રહી. આ સમયગાળા દરમિયાન રોયલ એનફિલ્ડ 650 ટ્વિન્સે કુલ 3,328 યુનિટ વેચ્યા, જે વાર્ષિક ધોરણે 53 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે રોયલ એનફિલ્ડ હિમાલયન વેચાણ યાદીમાં છઠ્ઠા સ્થાને હતું. આ સમયગાળા દરમિયાન રોયલ એનફિલ્ડ હિમાલયને કુલ 1,628 યુનિટ મોટરસાયકલ વેચ્યા, જેમાં વાર્ષિક ધોરણે 27 ટકાનો ઘટાડો થયો. જ્યારે રોયલ એનફિલ્ડ સુપર મીટીયોર આ વેચાણ યાદીમાં સાતમા ક્રમે હતું. આ સમયગાળા દરમિયાન સુપર મીટીયોરે કુલ 1,067 યુનિટ મોટરસાયકલ વેચ્યા, જે વાર્ષિક ધોરણે 389 ટકાનો વધારો દર્શાવે છે.

છેલ્લા સ્થાને શોટગન

આ વેચાણ યાદીમાં રોયલ એનફિલ્ડ ગેરિલા 450 આઠમા સ્થાને રહી. ગયા મહિને રોયલ એનફિલ્ડ ગેરિલા 450 ને કુલ 831 નવા ખરીદદારો મળ્યા. આ ઉપરાંત રોયલ એનફિલ્ડ શોટગન નવમા અને છેલ્લા સ્થાને હતી. આ સમયગાળા દરમિયાન રોયલ એનફિલ્ડ શોટગનને કુલ 224 નવા ગ્રાહકો મળ્યા.

 

Related News

Icon