Home / Auto-Tech : Phone service will be available without tower network

હવે ટાવર નેટવર્ક વગર પણ મળશે ફોન સર્વિસ, ઈલોન મસ્કે આજથી શરૂ કર્યો નવો પ્લાન

હવે ટાવર નેટવર્ક વગર પણ મળશે ફોન સર્વિસ, ઈલોન મસ્કે આજથી શરૂ કર્યો નવો પ્લાન

SpaceXના CEO ઈલોન મસ્કે તાજેતરમાં નવા પ્લાન વિશે પુષ્ટિ કરી હતી કે, ટાવર નેટવર્ક વગર મોબાઈલ ફોન સેવા ઉપલબ્ધ થશે. અને તેનું બીટા પરીક્ષણ આજથી શરૂ પણ થઈ કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

X પ્લેટફોર્મ પર આપી માહિતી

X પ્લેટફોર્મ પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રમાણે, Starlinkની Direct-to-Cell satellite સેવાનું બીટા પરીક્ષણ આજથી એટલે કે 27 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. ઈલોન મસ્કે X પ્લેટફોર્મ પર IBC ગ્રુપના સ્થાપક મારિયો નૌફાલની પોસ્ટ રીશેર કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. તેમાં Starlinkની Direct-to-Cell satellite સેવાનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો: ALERT! iPhone યુઝર્સ માટે મોટા સમાચાર, WhatsAppનું આ ફીચર વાપર્યું તો...

કેમ ખાસ છે આ સર્વિસ?

Direct-to-Cell satellite સેવા હેઠળ મોબાઈલ ફોન સીધા સેટેલાઇટ આધારિત નેટવર્ક સાથે જોડાયેલો રહેશે. ત્યારબાદ ફોન સેવાનો ઉપયોગ કરી શકશે.

જમીન પર ટાવરની જરૂર નહીં પડે

Direct-to-Cell satellite સર્વિસ હેઠળ જમીન પર મોબાઈલ નેટવર્ક ટાવર સ્થાપિત કરવાની કોઈ જરૂર નહીં રહે. ત્યારે પરંપરાગત મોબાઈલ ટાવર્સ પરનો ભાર ઓછો થઈ જશે.

કઈ સર્વિસ મળશે?

Direct-to-Cell satellite સેવા હેઠળ યુઝર્સને ફોન કોલ્સ, મેસેજ અને ઈન્ટરનેટ બ્રાઉઝિંગની સુવિધા મળી રહેશે. 

આ વિસ્તારોમાં થશે ફાયદો

Mario Nawfaના જણાવ્યા પ્રમાણે અવકાશમાં ફોન ટાવર હશે. તેનાથી એ વિસ્તારોને ફાયદો થશે, જ્યાં હજુ સુધી ઇન્ટરનેટ સેવા નથી પહોંચી. 

જૂના ફોન પર પણ મળશે સપોર્ટ 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે મોબાઈલ યુઝર્સને નવો ફોન ખરીદવાની જરૂર નહીં રહે. તેમજ ફોનમાં વધારાના હાર્ડવેરની પણ જરૂર રહેશે નહીં.

આ લોકોને પણ થશે ફાયદો

આ ટેકનોલોજી એ લોકો માટે વરદાન રૂપ સાબિત થશે જેઓ દૂરના વિસ્તારો કે જંગલો વગેરેમાં રહે છે. તેઓને આ ટેકનોલોજીનો લાભ મળી રહેશે. 


Icon