Home / Auto-Tech : Salaried jobs are in danger! AI is taking your place

પગારદાર નોકરીઓ જોખમમાં છે! AI લઈ રહ્યું છે તમારું સ્થાન

પગારદાર નોકરીઓ જોખમમાં છે! AI લઈ રહ્યું છે તમારું સ્થાન

ભારતમાં પરંપરાગત સફેદ કોલર નોકરીઓનું ભવિષ્ય જોખમમાં છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન કંપનીઓને ઓછા કર્મચારીઓ પર આધાર રાખવાનું કારણ બની રહ્યા છે, જેના કારણે મધ્યમ વર્ગની નોકરીની સુરક્ષા ખતમ થઈ રહી છે.  માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સૌરભ મુખર્જીના મતે, હવે ફક્ત નોકરી શોધવાનો નહીં, પણ ઉદ્યોગસાહસિકતાનો સમય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આપણને મોટે ભાગે આ જ શીખવવામાં આવ્યું છે - 'ભણ, તને સારી નોકરી મળશે અને તારું જીવન સેટ થઈ જશે.' પણ શું આ વાત આજે પણ એટલી જ સાચી છે? માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સ્થાપક અને સીઆઈઓ સૌરભ મુખર્જી કહે છે - ના! હવે વિચારસરણી બદલવાનો સમય આવી ગયો છે, કારણ કે પગારદાર નોકરી હવે વિશ્વસનીય માર્ગ નથી રહ્યો.

તેમના મતે, વ્હાઇટ કોલર નોકરીઓનો યુગ સમાપ્ત થવાનો છે. ખાસ કરીને મધ્યમ વર્ગની નોકરીઓ, જે પહેલા સામાન્ય લોકો માટે સ્થિરતાનો સ્ત્રોત હતી, તે હવે જોખમમાં છે.  તેમણે એક પોડકાસ્ટમાં કહ્યું કે ભારત ધીમે ધીમે એવા તબક્કામાં પહોંચી રહ્યું છે જ્યાં પરંપરાગત નોકરીઓનું અસ્તિત્વ નબળું પડી રહ્યું છે. આ પાછળનું કારણ છે - ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ઝડપથી બદલાતી અર્થશાસ્ત્રની રચના.

ઓટોમેશનને કારણે આઇટી, મીડિયા અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રો લોકો પર ઓછા નિર્ભર બની રહ્યા છે.
સૌરભ મુખર્જીએ જણાવ્યું હતું કે, 'આ દાયકામાં પગારદાર નોકરીઓ ધીમે ધીમે ગાયબ થઈ જશે.' શિક્ષિત અને મહેનતુ યુવાનો માટે આ હવે કાયમી વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આઇટી, મીડિયા અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રો, જે અગાઉ મોટી સંખ્યામાં વ્હાઇટ-કોલર વ્યાવસાયિકોને રોજગારી આપતા હતા, હવે એઆઈ અને ઓટોમેશનને કારણે ઓછા લોકો પર નિર્ભર બની રહ્યા છે. ગૂગલ પોતાનું કોડિંગ એઆઇ દ્વારા જ કરાવી રહ્યું છે.

ગુગલનું ઉદાહરણ આપતા સૌરભ મુખર્જીએ કહ્યું કે હવે કંપનીના લગભગ એક તૃતીયાંશ કોડિંગ એઆઇ દ્વારા જ લખવામાં આવી રહ્યા છે, જે ભવિષ્યમાં ભારતીય કંપનીઓ પર પણ અસર કરશે. આ પરિવર્તન લાખો યુવાનો માટે એક પડકાર છે જેઓ ઉચ્ચ શિક્ષણ દ્વારા કોર્પોરેટ નોકરીઓમાં સ્થિર કારકિર્દી બનાવવા માંગે છે. મુખર્જી માને છે કે જૂનું મોડેલ, જેમાં લોકો દાયકાઓ સુધી એક જ નોકરીમાં રહેતા હતા, તે હવે કામ કરશે નહીં.

બાળકોને કંઈક નવું બનાવવા માટે તૈયાર કરવા જોઈએ.

સૌરભ મુખર્જીએ ગૂગલનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, હવે કંપનીનું ઓક તૃતિયાંશ કોડિંગ એઆઇ પોતે લખી રહ્યું છે. જે આવનારા સમયમાં ભારતીય કંપનીઓ પર પણ અસર કરશે. આ પરિવર્તન લાખો યુવાનો માટે એક પડકાર છે જેઓ ઉચ્ચ શિક્ષણ દ્વારા કોર્પોરેટ નોકરીઓમાં સ્થિર કારકિર્દી બનાવવા માંગે છે. મુખર્જી માને છે કે જૂનું મોડેલ, જેમાં લોકો દાયકાઓ સુધી એક જ નોકરીમાં રહેતા હતા, તે હવે કામ કરશે નહીં.

મુખર્જીએ રોજગારને બદલે ઉદ્યોગસાહસિકતા સૂચવી. તેમણે કહ્યું કે સરકારના જેએએમ  ટ્રિનિટી (જન ધન ખાતું, આધાર અને મોબાઇલ કનેક્ટિવિટી) ને કારણે, આજે એક ડિજિટલ માળખું તૈયાર છે, જે ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને સ્વ-રોજગાર અને નવીનતા માટે નવી તકો પૂરી પાડી શકે છે. તેમણે જણાવ્યું કે, હવે બાળકોને નોકરી શોધવા માટે નહીં પણ કઇંક નવું બનાવવા માટે તૈયાક કરવા પડશે.  જેમ જેમ એઆઇ નો વ્યાપ વધતો જાય છે, તેમ નિષ્ણાતો કહે છે કે ભારતે હવે 'રોજગાર પછીના યુગ' માટે તૈયારી કરવી પડશે - જ્યાં પ્રગતિ હવે કોર્પોરેટ નોકરીઓ દ્વારા નહીં, પરંતુ તમારા પોતાના પર ઊભા રહીને નક્કી કરવામાં આવશે.

Related News

Icon