
ઈન્ટરનેટના વધતા ઉપયોગનર કારણે 1.5 GB કે 2 GB ડેટા ક્યારે ખલાસ થઈ જાય છે તેની ખબર નથી પડતી. ઘણી વખત લોકો અડધો દિવસ ઈન્ટરનેટ બંધ રાખે છે જેથી તેઓ જરૂર પડ્યે ડેટાનો ઉપયોગ કરી શકે. તેમ છતાં, ઘણી વખત એવું બને છે કે તે ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કર્યા વિના પણ ડેટા જલ્દી સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો અન્ય વ્યક્તિ પાસેથી હોટસ્પોટ લઈને તેમનું કામ કરે છે.
હવે સવાલ એ છે કે શું તમારા ફોનનું ઈન્ટરનેટ બહુ ઝડપથી ખતમ થઈ જાય છે? આ સમસ્યા આજકાલ ઘણા લોકોને થાય છે. આજે અમે તમને કેટલીક નાની ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા મોબાઈલનો ડેટા બચાવી શકો છો અને દિવસભર ઈન્ટરનેટનો આનંદ માણી શકો છો.
Wi-Fiનો ઉપયોગ કરો
જો તમે એવી જગ્યાએ છો જ્યાં Wi-Fiની ઓફિશિયલ પરમિશન છે, તો ત્યાં મોબાઈલ ડેટાનો ઉપયોગ ન કરો. આ સીઅવ્ય તમારા ફોનમાં એપ્સના ઓટો-અપડેટ્સને પણ બંધ કરો. તમને જણાવી દઈએ કે Wi-Fi તમારા મોબાઈલ ડેટાનો બિલકુલ ઉપયોગ કરતું નથી.
બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો
આપણા ફોનમાં કોઈપણ એપ બંધ કર્યા બાદ પણ તે બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે, પછી ભલે તમે તેનો ઉપયોગ ન કરી રહ્યા હોવ. બેકગ્રાઉન્ડ ચાલુ રહેલી એપ્સ પણ ડેટાનો ઉપયોગ કરે છે, આ એપ્સ કન્ટેન્ટ અપડેટ કરે છે અને નોટિફિકેશન મોકલે છે, આ બધું પણ તમારા મોબાઈલ ઈન્ટરનેટને ડ્રેઈન કરી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, મેસેજિંગ પ્લેટફોર્મ અને ગેમ એપ્સ મોટા પ્રમાણમાં ડેટા વાપરે છે. આવી સ્થિતિમાં, બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને બંધ કરો.
વીડિયો ક્વોલિટી ઓછી રાખો
ઓનલાઈન સ્ટ્રીમિંગ મ્યુઝિક અને વીડિયો સૌથી વધુ ડેટા વાપરે છે. આ સમય દરમિયાન માત્ર ક્વોલિટી જ નહીં પરંતુ અનેક પ્રકારની એડ પણ વચ્ચે આવે છે. ભલે તમે Netflix પર તમારી મનપસંદ સિરીઝ જોઈ રહ્યાં હોવ અથવા Spotify પર કોઈ પ્લેલિસ્ટ સાંભળી રહ્યાં હોવ, તમે જે કન્ટેન્ટ સ્ટ્રીમ કરો છો તેની ક્વોલિટીની સીધી અસર ડેટા પર પડે છે. આ સમય દરમિયાન, તમે વીડિયોની ક્વોલિટી ઘટાડીને ડેટા બચાવી શકો છો. ઉદાહરણ તરીકે, કોઈપણ પ્લેટફોર્મ પર, તમે હાઈ ડેફિનેશન (HD) અથવા 4Kને બદલે સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) પસંદ કરી શકો છો, જે વીડિયો સ્ટ્રીમિંગ માટે જરૂરી ડેટાને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
સોશિયલ મીડિયા પર ડેટા-સેટિંગનો ઉપયોગ કરો
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો, વીડિયો અને ઓટો-પ્લે ફીચર્સની મદદથી મોટા પ્રમાણમાં ડેટા વપરાય છે. તમને જણાવી દઈએ કે આમાંની મોટાભાગની એપ્સ સેટિંગ્સમાં ડેટા-સેવિંગ મોડ્સ પ્રદાન કરે છે, જેમ કે વીડિયોની ક્વોલિટી ઘટાડવા અથવા મોબાઈલ નેટવર્ક પર વીડિયોના ઓટોપ્લેને બંધ કરવું. આ વિકલ્પોને એનેબલ કરીને તમે ડેટા બચાવી શકો છો.