Home / Auto-Tech : The most expensive iPhone can be made for just this many thousand rupees

Tech News : સૌથી મોંઘો આઈફોન માત્ર આટલા હજાર રૂપિયામાં બને, તો પછી 1.32 લાખ રૂપિયામાં કેમ વેચાય છે?

Tech News : સૌથી મોંઘો આઈફોન માત્ર આટલા હજાર રૂપિયામાં બને, તો પછી 1.32 લાખ રૂપિયામાં કેમ વેચાય છે?

Appleનો સૌથી મોંઘો iPhone લાખો રૂપિયામાં વેચાય છે, પણ શું ખરેખર ફોનનો ઉત્પાદન ખર્ચ લાખોમાં છે? ઘણી વાર આ પ્રશ્ન મનમાં ફરવા લાગે છે, ગયા વર્ષે લોન્ચ થયેલા આઈફોન 16 સિરીઝનું સૌથી મોંઘુ મોડેલ આઈફોન 16 પ્રો મેક્સ છે, લાખો રૂપિયામાં વેચાતો આ ફોન કેટલામાં બને છે? શું તમે ક્યારેય આ વિચાર્યું છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ હેન્ડસેટ બનાવવાની કિંમત તેની કિંમત કરતાં અડધાથી પણ ઓછી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જ્યારે કિંમત આટલી ઓછી હોય છે, ત્યારે એપલ આપણી પાસેથી બમણાથી વધુ રકમ કેમ વસૂલ કરે છે, આ પ્રશ્ન તમને પરેશાન કરી શકે છે. આજે તમને iPhone 16 Pro Maxના ઉત્પાદન ખર્ચ વિશે માહિતી જણાવશું. ખરેખર, જ્યારે આ ફોન ગયા વર્ષે લોન્ચ થયો હતો, ત્યારે તેના થોડા સમય પછી એક રિપોર્ટ બહાર આવ્યો હતો જેમાં ફોનનો ઉત્પાદન ખર્ચ આપવામાં આવ્યો હતો.

iPhone 16 Pro Max ની ઉત્પાદન કિંમત

માર્કેટ રિસર્ચ ફર્મ TD Cowenના મતે, iPhone 16 Pro Maxની બિલ ઓફ મટીરીયલ (BOM) કિંમત $485 (41992, અંદાજે 42000) છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કિંમત iPhone 15 Pro Maxના $453 (અંદાજે 39222) કરતા થોડી વધારે છે.

41 હજારમાં બનેલો ફોન લાખોમાં કેમ વેચાય છે?

નોંધનીય છે કે BOMમાં ફક્ત કાચો માલ અને એસેમ્બલી ખર્ચનો સમાવેશ થાય છે, અંતિમ કિંમતમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, માર્કેટિંગ અને લોજિસ્ટિક્સ જેવા ખર્ચ પણ ફોનની કિંમતમાં વધારો કરે છે. હાલમાં iPhone 16 Pro Maxનું 256 GB વેરિઅન્ટ Flipkart પર 1,32,900 માં વેચાય છે.

આ છે પાર્ટની કિંમત

રિપોર્ટમાં જણાવાયું છે કે iPhone 15 Pro Maxની સરખામણીમાં આ હેન્ડસેટમાં ઉપયોગમાં લેવાતા હાર્ડવેર (ભાગો)ને કારણે iPhone 16 Pro Maxની કિંમતમાં વધારો થયો છે. 16 Pro Maxના ડિસ્પ્લે અને રીઅર કેમેરા સિસ્ટમ બે સૌથી મોંઘા ભાગો છે જેની કિંમત 6700 રૂપિયા છે, જ્યારે 15 Pro Maxમાં આ ભાગોની કિંમત 6300 રૂપિયા અને 5900 રૂપિયા હતી.

નવી LPDDR5X રેમ ટેકનોલોજીએ ફોનની એકંદર કિંમતમાં પણ વધારો કર્યો છે અને રેમની કિંમત 1400 રૂપિયા છે જ્યારે iPhone 15 Pro Maxમાં જૂની LPDDR5 રેમની કિંમત ફક્ત 1000 રૂપિયા હતી. આ ઉપરાંત iPhone 16 Pro Maxમાં A18 Pro ચિપસેટ અને સ્ટોરેજની કિંમત અનુક્રમે 3400 રૂપિયા અને 1900 રૂપિયા છે. લોજિસ્ટિક્સ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા કામ પછી પણ Appleનું ગ્રોસ માર્જિન ઘણું સારું છે અને કંપની iPhone 16 Pro Maxના દરેક મોડેલ પર સારો નફો કમાય છે.

Related News

Icon