
નિસાન મોટર ઇન્ડિયાએ તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV નિસાન મેગ્નાઇટ પર 86,000 સુધીના લાભોની જાહેરાત કરી છે. આ ઓફર કંપનીના 2 લાખ યુનિટના વેચાણના આંકને પાર કરવાની ઉજવણી કરવા માટે આપવામાં આવી રહી છે. આ ઓફર વિશે સંપૂર્ણ માહિતી માટે ગ્રાહકોએ ડીલરશીપની મુલાકાત લેવી પડશે, જ્યાં તેને બધી વિગતો આપવામાં આવશે.
તાજેતરમાં નિસાને ભારતીય બજારમાં મેગ્નાઇટનું CNG વર્ઝન લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત 6.89 લાખ રાખવામાં આવી છે. ઘણી કંપનીઓ ફેક્ટરી-ફિટેડ CNG કિટ ઓફર કરે છે, નિસાને ડીલર લેવલ રેટ્રોફિટનો વિકલ્પ પસંદ કર્યો છે. આનો અર્થ એ છે કે વાહન ફેક્ટરીમાંથી બહાર નીકળ્યા પછી CNG કિટ અધિકૃત કેન્દ્ર પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ આ વિકલ્પને વધુ આર્થિક બનાવે છે. ખાસ કરીને જેઓ વધુ માઇલેજ ઇચ્છે છે તેના માટે.
આ ગાડીઓને આપે છે ટક્કર
મેગ્નાઈટમાં ફીટ કરાયેલ CNG કીટ મોટોઝેન નામની કંપની દ્વારા ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ કરવામાં આવી છે. તેમાં 12 કિલોગ્રામ સિંગલ સિલિન્ડર કીટનો સમાવેશ થાય છે જે સરકાર દ્વારા માન્ય ઇન્સ્ટોલેશન સેન્ટરો પર ફીટ કરવામાં આવે છે. આ કીટના Components પર મોટોઝેનની વોરંટી મળે છે, જ્યારે વાહન પર નિસાનની ત્રણ વર્ષ અથવા 1,00,000 કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી રહે છે. ભારતીય બજારમાં નિસાન મેગ્નાઈટ CNG મારુતિ સુઝુકી ફ્રન્ટેક્સ CNG, ટાટા પંચ CNG અને હ્યુન્ડાઈ એક્સટર CNG સાથે ટક્કર આપે છે. જો તમે બજેટ ફ્રેન્ડલી અને ઇંધણ કાર્યક્ષમ SUV શોધી રહ્યા છો, તો નિસાન મેગ્નાઈટ CNG તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે.
CNG કીટની કિંમત અને વેરિયન્ટ
CNG રેટ્રોફિટમેન્ટ કીટની કિંમત 75,000 છે અને તે કોઈપણ 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ વેરિયન્ટમાં ફીટ કરી શકાય છે. પેટ્રોલ બેઝ મોડેલ 6.14 લાખથી શરૂ થાય છે, જ્યારે CNG વર્ઝન 6.89 લાખથી શરૂ થાય છે, જે તેને ભારતમાં સૌથી સસ્તી CNG SUV બનાવે છે.
નિસાન મેગ્નાઈટ CNG ફીચર્સ
એક સસ્તી SUV હોવા છતાં મેગ્નાઈટ CNGમાં ઘણા સારા ફીચર્સ મળે છે. તેમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, 7-ઇંચનું ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, USB ટાઇપ-સી પોર્ટ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ છે. સેફ્ટી ફીચર્સમાં 6 એરબેગ્સ, વાહન ડાયનેમિક કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ABS અને EBD, હાઇડ્રોલિક બ્રેક આસિસ્ટ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર અને હાઇ-સ્પીડ એલર્ટ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.