Home / Auto-Tech : This software has infected more than one million Android mobiles

દસ લાખથી વધુ એન્ડ્રોઇડ મોબાઈલને શિકાર બનાવ્યો છે આ સોફ્ટવેરે, જાણો કેટલું છે ખતરનાક  

દસ લાખથી વધુ એન્ડ્રોઇડ મોબાઈલને શિકાર બનાવ્યો છે આ સોફ્ટવેરે, જાણો કેટલું છે ખતરનાક  

અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા લોકોને ચેતવવામાં આવ્યું છે કે 'બેડબોક્સ 2.0' એક મેલવેર છે. આ મેલવેર ખૂબ જ ખતરનાક છે અને અત્યાર સુધીમાં દુનિયાભરમાં દસ લાખથી વધુ એન્ડ્રોઇડ મોબાઇલને પોતાનો શિકાર બનાવ્યા છે. આ મેલવેર સોફ્ટવેર સૌથી પહેલાં 2023માં જોવા મળ્યો હતો. એમેઝોન પર વેચવામાં આવતા T95 એન્ડ્રોઇડ ટીવી બોક્સમાં તે જોવા મળ્યો હતો. ચાઇનીઝ કંપની દ્વારા બનાવવામાં આવતા કેટલાક બ્રાન્ડ વિહોણા એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ બોક્સ અને ટેબલેટ્સમાં તે પહેલાંથી જ ઇન્સ્ટોલ જોવા મળ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેડબોક્સ કેવી રીતે કામ કરે છે?

આ 'બેડબોક્સ' બોટનેટ મેલવેર 'ટ્રિયાડા'નો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એડ્સ દ્વારા છેતરપિંડી કરવી અને પાસવર્ડ ચોરી કરીને પૈસા પડાવી લેવા માટે આ મેલવેરનો ઉપયોગ થાય છે. આ મેલવેર એડ્સ પર ઓટોમેટિક ક્લિક કરે છે. આ મેલવેર તેની તમામ પ્રવૃત્તિઓને છુપાવી રાખે છે, જેના કારણે ડેટા ક્યાં જાય છે એ શોધવું મુશ્કેલ છે.

ડિવાઇસ પર કેવી અસર કરે છે?

'બેડબોક્સ' નેટવર્કનું નવું સંસ્કરણ 'બેડબોક્સ 2.0' છે. આ મેલવેરને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ક્રેક કરીને એની અસર ઓછી કરી દેવાઈ હતી. જોકે તેમ છતાં, આ નવું સંસ્કરણ હજી પણ ડિવાઇસને અસર કરે છે. આ ઍપ્લિકેશન ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ રહી છે. એ ઇન્સ્ટોલ થતાં જ 'ગૂગલ પ્લે પ્રોટેક્શન' બંધ થઈ જાય છે. સ્ટ્રીમિંગ સર્વિસનું અનલિમિટેડ એક્સેસ મળે છે એવું જણાવી કેટલીક ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે પરંતુ તે મોબાઇલમાં વાઇરસ લાવી શકે છે.

વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે

ગયા વર્ષે જર્મની દ્વારા આ 'બોટનેટ' નેટવર્કનો સફાયો કરવામાં આવ્યો હતો. જોકે હવે તેનું નવું સંસ્કરણ માર્કેટમાં ફરી રહ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ એક સિક્યોરિટી રિસર્ચ ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 'બેડબોક્સ' હજી પણ માર્કેટમાં છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાઇરસનો નાશ કરવામાં આવ્યો છે એવા રિપોર્ટ બાદ એક અઠવાડિયા પછી ફરી સમાચાર આવ્યા હતા કે અંદાજે 1,92,000 ડિવાઇસ પર અસર થઈ છે.

માર્ચ 2025માં 'હ્યુમન સટોરી થ્રેટ ઇન્ટેલિજન્સ' અનુસાર આ મેલવેર દસ લાખથી વધુ યુઝર્સને અસર કરી ચૂક્યો છે અને તે 222 દેશોમાં ઉપલબ્ધ છે. ઇન્ડિયા, ચીન, રશિયા, બ્રાઝિલ અને યુક્રેનમાં સૌથી વધુ ડિવાઇઝ પર અસર થઈ છે.

 

Related News

Icon