
ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તેના વપરાશકર્તાઓને મોટો ઝટકો આપ્યો છે. જિયોએ હવે તેના તમામ પ્લાનમાં ઉપલબ્ધ આ મફત સુવિધા બંધ કરી દીધી છે. Jio એ તાજેતરમાં જ તેના મોબાઇલ પ્લાનમાંથી JioCinema ને દૂર કર્યું છે. JioCinema હવે Disney+Hotstar સાથે મર્જ થઈને JioHotstar બની ગયું છે. અત્યાર સુધી રિલાયન્સ જિયો તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઇલ પ્લાન સાથે JioCinemaનો લાભ મફતમાં આપતું હતું.
રિલાયન્સ જિયોએ હવે આ બેનિફિટને તમામ પ્લાન્સમાંથી દૂર કરી દીધા છે. કંપની હવે તે ઓફર કરતી નથી કારણ કે JioCinema હવે એક સ્વતંત્ર પ્લેટફોર્મ નથી. JioCinema Jio ગ્રાહકો માટે એક મોટો ફાયદો હતો. જોકે, તેણે JioCinema પ્રીમિયમ ઓફર કર્યું ન હતું.
હવે તમને Jio પ્લાન સાથે ફક્ત આ બે જ ફાયદા મળશે
JioHotstarની જાહેરાત પછી એ સ્વાભાવિક હતું કે Reliance Jio JioCinemaના ફાયદાઓ દૂર કરશે. રિલાયન્સ જિયો હજુ પણ તેના પ્લાન સાથે વધારાના લાભ તરીકે બે જિયો એપ્સ ઓફર કરે છે - JioTV અને JioCloud. JioTV એ બીજું OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ છે. JioTV હેઠળ, વપરાશકર્તાઓ લાઇવ ટીવી જોઈ શકે છે અને ઘણાં OTT પ્લેટફોર્મની ઍક્સેસ મેળવવા માટે તેનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ ખરીદી શકે છે.
Disney+ Hotstar અને JioCinemaના કેન્ટેન્ટને JioHotstar હેઠળ મર્જ કરવામાં આવી છે. જો તમે રિલાયન્સ જિયો પાસેથી મફતમાં JioHotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મેળવવા માંગતા હો, તો હવે તમારે આ પ્લાન સાથે રિચાર્જ કરાવવું પડશે.
રિલાયન્સ જિયોના મફત JioHotstar ઓફર કરતા પ્લાનની યાદી
આ છે Jio પ્રીપેડ પ્લાન જે મફત JioHotstar સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે: 195 રૂપિયા અને 949 રૂપિયાના પ્લાન, આ પ્લાનના ફાયદાઓ વિશે વિગતવાર જાણો:
જિયોના 195 રૂપિયાના પ્લાનના ફાયદા
જિયોનો 195 રૂપિયાનો પ્લાન 90 દિવસ એટલે કે ૩ મહિનાની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને 15GB હાઇ સ્પીડ ડેટા અને JioHotstarનું સંપૂર્ણ 90 દિવસ માટે મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.
જિયોના 949 રૂપિયાના પ્લાનના ફાયદા
આ પ્લાનમાં તમને સંપૂર્ણ 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ સાથે તમને દરરોજ 2GB ડેટા અને 100 SMSનો લાભ મળે છે. આ સાથે આ Jio પ્લાનમાં તમને આખા 3 મહિના માટે JioHotstarનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.