Home / Auto-Tech : Users can read deleted messages on WhatsApp, these are the settings to follow

વ્હોટ્સએપમાં ડિલીટ થયેલા મેસેજ વાંચી શકે છે યુઝર્સ, ફોલો કરવા પડશે આટલા સેટિંગ્સ

વ્હોટ્સએપમાં ડિલીટ થયેલા મેસેજ વાંચી શકે છે યુઝર્સ, ફોલો કરવા પડશે આટલા સેટિંગ્સ

વોટ્સએપમાં જેતે નવા ફીચર્સના ફાયદા જેટલાં છે, એટલાં જ એના ગેરફાયદા પણ છે. વોટ્સએપ દ્વારા મેસેજ ડિલીટ કરવાનું ફીચર આપવામાં આવ્યું છે, જે ડિલીટ કરનાર માટે સારું છે. જોકે, જેને મેસેજ કરવામાં આવ્યો છે, તેના માટે આ ફીચર ગેરફાયદાકારક છે કારણકે યુઝર શું મેસેજ કર્યો હતો એ જાણી શકાતું નથી. જોકે, આ મેસેજ ડિલીટ કર્યા બાદ પણ જાણી શકાય છે. એ માટે કેટલીક સેટિંગ્સ ફોલો કરવા પડે છે, જે ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે. આઇફોન યુઝર્સ એને ફોલો કરી શકશે નહીં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડિલીટ મેસેજ ફીચર

ઘણિવાર યુઝર્સ દ્વારા ભૂલથી મેસેજ સેન્ડ થઇ જાય છે, અથવા મેસેજ સેન્ડ કર્યા બાદ અહેસાસ થાય છે કે એ નહોતું કરવાનું. આથી, મેસેજને ડિલીટ કરવાનું ફીચર વોટ્સએપમાં આપવામાં આવ્યું છે. આ ફીચરમાં બે ઓપ્શન આપવામાં આવ્યા છે: એક ઓપ્શનમાં ફક્ત તેની પોતાની ચેટમાંથી ડિલીટ થાય છે. બીજામાં બન્ને યુઝર્સની, અથવા તો ગ્રૂપમાં હોય તો દરેકમાંથી મેસેજ ડિલીટ થઈ જાય છે.

કેવી રીતે વાંચશો ડિલીટ કરેલા મેસેજ?

ડિલીટ કરેલા મેસેજને વાંચવા માટે ફોનમાં કેટલીક સેટિંગ્સ કરવી પડે છે, જે ફક્ત એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ છે: સેટિંગ્સમાં જાઓ. નોટિફિકેશનમાં જાઓ. એડવાન્સ સેટિંગ્સમાં જાઓ. નોટિફિકેશન હિસ્ટ્રીમાં જાઓ. ત્યાં વોટ્સએપના મેસેજના નોટિફિકેશન જોઈ શકાય છે.

નોટિફિકેશન હિસ્ટ્રીની મર્યાદા

આ ફીચરનો ઉપયોગ કરવા માટે, યુઝરે પહેલેથી નોટિફિકેશન હિસ્ટ્રી ચાલુ રાખી હોવી જરૂરી છે અને વોટ્સએપનું નોટિફિકેશન પણ ચાલુ હોવું જોઈએ. આ બન્ને ચાલુ હશે તો જ યુઝર મેસેજ જોઈ શકશે. આ ફીચરમાં કેટલીક મર્યાદાઓ પણ છે: 24 કલાકની અંદર નોટિફિકેશન હિસ્ટ્રી ડિલીટ થઇ જાય છે. ફક્ત ટેક્સ્ટ મેસેજ જોઈ શકાય છે; ફોટા, વીડિયો, લિંક, ડોક્યુમેન્ટ્સ અથવા વોઇસ નોટ્સ નહીં જોઈ શકાય.

Related News

Icon